પોરબંદર

પોરબંદર જીલ્લા ને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની મદદ થી  મહત્વ ના સ્થળો એ બાજ નજર રાખવામાં આવી રહી છે.અને સીસીટીવી ફુટેજની મદદથી ચોરી, હત્યા, અપહરણ, ચીલઝડપ, બાઈક ચોરી સહિતના ગુન્હાના ભેદ ઉકેલાયા છે.

પોરબંદર જિલ્લામાં સમુદ્ર તટ અને જિલ્લાની વધુ સુરક્ષા મજબૂત બનાવવા પોલીસ વિભાગ ને આધુનિક વાહનો, સીસીટીવી કેમેરા,સાઇબર સેલ,ઇન્ટરસેપ્ટર પેટ્રોલિંગ બોટ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યો છે. ભૂતકાળનું પુનરાવર્તન ના થાય તેના માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી સમુદ્રી સુરક્ષા પણ કરી રહી છે.તો વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર પણ તા.15 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવ્યું છે.અહીંથી જીલ્લા ના તમામ એન્ટ્રી પોઇન્ટ અને એકઝીટ પોઇન્ટ સહિતના મહત્વના રસ્તા તેમજ મહત્વના સ્થળો એમ કુલ 34 સ્થળો એ કુલ 193 જેટલા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે.અને આ કેમેરાઓનું સંચાલન કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે.

પીએસઆઈ પ્રતિક પટેલે પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે 24 કલાક કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત રહેતું હોવાથી પોલીસ ને અનેક મહત્વના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સીસીટીવી ફુટેજની મદદથી હિટ એન્ડ રન ના 20 બનાવ,પોલીસ કબ્જા માંથી નાશી છૂટેલ 4 આરોપી ને ઝડપી લેવામાં,કિડનેપિંગ મિસિંગના 5, અલગ અલગ આઠ બનાવ બન્યા પછીની તપાસ માં આ કેમેરા મદદરૂપ બન્યા છે.ઉપરાંત ચોરીના 6 બનાવ,જાહેરનામા ભંગના 17, વિઆઇપી મુવમેન્ટના 3 સહિત કુલ 472 બનાવ માં આ સીસીટીવી ફૂટેજ મહત્વ ના સાબિત થયા છે.એ સિવાય ટ્રાફિક નિયમન માં સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી અત્યાર સુધીમાં 17462 ઇ ચલણ જનરેટ થયા છે જેમાં થી 12491 ચલણ નો દંડ વાહનચાલકો પાસે થી વસુલવામાં આવ્યા છે.અને જયારે 4971 ચલણ ની વસુલાત બાકી છે.