પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જીલ્લા માં લેન્ડ ગ્રેબિંગ કમિટી ની બેઠક યોજાઈ હતી.જેમાં ૧૭ દરખાસ્તો ની તપાસ પૂર્ણ થતા એક સરકારી અને એક ખાનગી જમીન માં પેશકદમી કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવા નિર્ણય લેવાયો છે.

તાજેતર માં પોરબંદર ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ ની સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં સમિતિ ના અધ્યક્ષ અને કલેક્ટર અશોક શર્મા,જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ઘાનાણી,એસપી ડો રવિમોહન સૈની,નિવાસી અધિક કલેક્ટર એમ.કે.જોષી,નાયબ કલેક્ટર કે.વી.બાટી,એ.જે.અસારી,લેન્ડ રેકર્ડઝ સુપ્રી.એમ.એસ.ભટ્ટ,ગ્રામ્ય મામલતદાર બી.એચ.કુબાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમિતિ સમક્ષ કુલ૧૭ દરખાસ્તો તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવી હતી.જે પૈકી સરકારી જમીન પર એક અરજીમાં તથા ખાનગી જમીન પર એક એમ કુલ-૨ અરજીઓમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં સરકારી જમીન પર ૧ કેસમાં ૫૧૧૮૫ ચો મી ની જંત્રી મુજબની કિંમત રૂ.૨,૦૨,૩૫૦ ની જમીન પર કુલ ૫ શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકારી ને સુચના અપાઈ છે.ઉપરાંત ૪૨-૨૫ ચોમી ખાનગી જમીન પર એક શખ્શ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાથી તે અંગે અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવી છે.ઉપરાંત ખાનગી જમીન પર કુલ ૮ કેસમાં ૭૪૫૭૩ ચોમી જમીન કે જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ.૬૯.૨૫ લાખ ની છે.તેના પર ૧૮ શખ્સો દ્રારા કરવામાં આવેલ દબાણ તપાસ શરૂ થવા સાથે જ દબાણકાર દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે.અને જમીન મૂળ ફરિયાદીને પરત મળી છે.