પોરબંદર

પોરબંદર જીલ્લામાં ધો ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ નો શાંતિપૂર્ણ વાતાવરણમાંનો પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.ધો ૧૨ કોમર્સ માં નામા ના પેપર માં એક કોપી કેસ નોંધાયો છે.

બે વર્ષ પછી બોર્ડની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે.ત્યારે પોરબંદર જીલ્લા માં પરીક્ષા ના પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.નવયુગ વિદ્યાલય ખાતે નવયુગ એજ્યુકેશન સોસાયટી ના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓ ને ફૂલ આપી મોઢું મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા.અને પરીક્ષાર્થીઓ હળવાશભર્યા મુડમાં પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ધો.૧૦માં પ્રથમ પેપર ગુજરાતી અંગ્રેજી,અને સંસ્કૃત મધ્યમાં નું હતું.જેમાં કુલ ૭૭૬૪ વિદ્યાર્થીઓ માંથી ૭૫૩૪ વિદ્યાર્થીઓ હાજર અને ૨૩૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.જયારે ધો.૧૨ સાયન્સમાં ફિઝિકસના પેપર માં કુલ વિદ્યાર્થીઓ ૩૮૯ નોંધાયેલા છે.જેમાંથી ૩૮૫ વિદ્યાર્થી હાજર જયારે 4 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે.જયારે ૧૨ કોમર્સમાં નામાના મુળતત્વોનું પેપર હતું.જેમાં કુલ ૧૭૬૪ વિદ્યાથીઓ માંથી ૧૭૦૫ વિદ્યાર્થી હાજર જયારે ૫૯ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે.ધો ૧૨ કોમર્સ માં નામા ના પેપર માં કે બી જોશી કન્યા વિદ્યાલય કેન્દ્ર માં એક વિદ્યાર્થી ને કલેકટર કચેરી ની સ્કવોડે કાપલી સાથે ચોરી કરતા પકડી લીધો હતો.