પોરબંદર

પોરબંદર જીલ્લા ની ૯૮ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ટકા મતદાન થયું છે.જેમાં સૌથી વધુ મતદાન કુતિયાણા તાલુકા માં ૭૬.૩૧ જયારે સૌથી રાણાવાવ ઓછુ તાલુકા માં ૬૮.૯૫ નોંધાયું છે.

પોરબંદર જિલ્લામાં 98 ગ્રામપંચાયત માટે કુલ 256 સરપંચ અને 1678 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જયારે 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી.ચૂંટણી માં કુલ ૭૩.૬૬ ટકા મતદાન થયું છે.જીલ્લા માં ૮૨૩૮૦ પુરુષ અને ૭૬૪૪૨ સ્ત્રી મળી કુલ ૧,૫૮૮૨૨ મતદાર નોંધાયા છે.જેમાંથી ૧,૧૬,૯૮૮ મતદારો એ મતદાન કર્યું હતું.તાલુકા વાઈઝ જોઈએ.તો પોરબંદર માં ૭૪.૦૬ ટકા રાણાવાવ માં ૬૮.૯૫ ટકા અને કુતિયાણા માં ૭૬.૩૧ ટકા મતદાન થયું છે. કુલ 185 મતદાન મથક ખાતે મતદાન કરવામાં આવ્યું હતું.

શિયાળા ની ઠંડી ના કારણે પ્રારંભે બે કલાક માં માત્ર 6.૪૬ ટકા મતદાન થયા બાદ ધીરે ધીરે મતદાન માં ગતી આવી હતી.ચૂંટણી ને લઈને ખાસ કરીને યુવા મતદારોમાં કે જેને પહેલી વખત મતદાન કરવાનો મોકો મળ્યો હતો.તેઓમાં ખૂબ જ ઉત્સાહ માં જોવા મળતો હતો.ઉપરાંત વયોવૃધ્ધો પણ કોઈ લાકડીને ટેકે અને કોઈ પરિવારના હાથ પકડી મતદાન ની ફરજ બજાવી હતી.જેથી બપોર ના સમયે તો મતદાન મથકો એ મતદારો ની કતાર જોવા મળતી હતી.પોલીસ દ્વારા પણ મતદાન ને લઇ ને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઉપરાંત સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેથી એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હતી તા 21 ડિસેમ્બરે પોરબંદરની માધવાણી કોલેજ,રાણાવાવની વિનિયન કોલેજ અને કુતિયાણા સરકારી હાઈસ્કૂલ ખાતે મતગણતરી થશે.

રીણાવાડા ગામે આજે સોમવારે ફરી ચૂંટણી થશે
પોરબંદર ના રીણાવાડા ગામે પ્રીસાઈડીંગ ઓફિસર ની ભૂલ ના કારણે એક વોર્ડ ના બેલેટ પેપર અન્ય વોર્ડ માં ઈશ્યુ થયા હતા જેથી મતદાન ની કામગીરી ખોરવાઈ હતી અને ઉહાપોહ મચ્યો હતો જે અંગે જાણ થતા મામલતદાર જાદવ સહિત ના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સરપંચ તથા તમામ 8 વોર્ડ ની ચૂંટણી આવતીકાલે સોમવારે લેવા નિર્ણય લીધો હતો
આઝાદી પછી પ્રથમ વખત પોરબંદર ના મિત્રાળા ગામે ચૂંટણી યોજાતા ૮૭.૮૨ ટકા મતદાન થયું
પોરબંદર તાલુકાના મિત્રાળા ગામે આઝાદીના સાત દાયકા બાદ પણ પંચાયત માટે ચૂંટણી કયારેય યોજાઈ ન હતી ગ્રામજનોની સમજણ અને આયોજનના કારણે દર વખતની ચૂંટણી સમયે ગ્રામજનો દ્વારા પસંદગી પામેલ એક વ્યકિત બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવતા મિત્રાળા ના ગ્રામજનોએ આઝાદી બાદ સાંસદ, ધારાસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન કર્યું છે, પરંતુ કયારેય પોતાના સરપંચ માટે મતદાન કર્યું જ હતું ત્યારે પહેલી વખત બે નવયુવાનોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી જેમાં ૮૭.૮૨ ટકા મતદાન થયું છે
ગત ચૂંટણી કરતા મતદાન વધ્યું
પોરબંદર જીલ્લા માં ૨૦૧૬ માં યોજાયેલ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં ૫૫.૬૪ ટકા મતદાન યોજાયું હતું જયારે આ વખતે ૭૩.૬૬ ટકા મતદાન થયું છે આમ ગત ચૂંટણી ની સરખામણી એ મતદાન માં ખાસ્સો વધારો થયો છે.

ખાંભોદર ગામે વૃદ્ધ દ્વારા લોકશાહી ટકાવી રાખવા પ્રયાસ
પોરબંદર ના ગ્રામ પંથક માં ચૂંટણી ને લઇ ને ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હતો નવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા થનગનતા હતા તો બીજી તરફ વૃદ્ધો અને અશક્તો એ પણ મતદાન કરી લોકશાહી જીવંત રાખવા પ્રયાસ કર્યો હતો તેમાં ખાંભોદર ગામે માંડણભાઈ મેરામણભાઈ ગોઢાણીયા (ઉવ ૯૦)નામના મતદાર અશક્ત ઉપરાંત બીમાર હોવા છતાં મતદાન કરવા ઉત્સાહ બતાવતા તેના પરિવારજનો ટેકો આપી મતદાન મથક સુધી લાવ્યા હતા અને ત્યાંથી તેડી લઇ મતપેટી સુધી લઇ ગયા હતા અને મતદાન કરાવ્યું હતું તેઓના આ ઉત્સાહ ને મતદાન મથક ના સ્ટાફ સહિતનાઓ એ બિરદાવ્યો હતો

(તસ્વીરો -ધીરુભાઈ નિમાવત)