પોરબંદર

પોરબંદર ખાણખાનીજ વિભાગ ની રોયલ્ટી પેટે સરકારને 1 વર્ષમાં રૂ. 53 કરોડની આવક થઈ છે.ઉપરાંત ગેરકાયદેસર ખનનના 116 કેસમાં રૂ.2.36 કરોડની વસુલાત થઈ છે.જ્યારે 13 કિસ્સામાં કોર્ટ અને પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

પોરબંદર ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડી ગેરકાયદે ખાણો ઝડપી લેવામાં આવે છે.ત્યારે જિલ્લામાં વર્ષ 2021-22 માં સરકારમાં થયેલ રોયલ્ટી પેટે મુખ્ય ખનિજની કુલ આવક રૂ. 3794.08 લાખ અને ગૌણ ખનિજની કુલ આવક રૂ. 1595.65 લાખ થઇ છે.જે બંન્ને મળી રોયલ્ટી પેટેની કુલ આવક રૂ.53 કરોડ થઇ છે.ઉપરાંત એક વર્ષમાં ગેરકાયદેસર ખનન-વહન-સંગ્રહના કુલ 116 કેસોમાં કુલ રૂ. 236.08 લાખની વસુલાત કરવામાં આવી છે.

તેમજ ખનિજ ચોરી અંગે નોટીસ-હુકમ અન્વયે શખ્સો દ્વારા દંડ ભરપાઇ ન કરતા હોય તેવા કુલ 13 કિસ્સામાં કોર્ટ ફરિયાદ અથવા પોલીસ ફરિયાદ આવી આવેલ છે.ઉપરાંત એપ્રિલ 2૦22 માં ગેરકાયદેસર ખનન-વહન-સંગ્રહના કિસ્સામાં આપવામાં આવેલ કારણદર્શક નોટીસ અન્વયે કુલ 12 કેસોમાં કુલ રૂ. 20.49 લાખની વસુલાત કરવામાં આવી છે.ઉલ્લખનીય છે કે જીલ્લા માં માધવપુર થી મિયાણી સુધી ની દરિયાઈ પટ્ટી પર વર્ષો થી ગેરકાયદે ખાણો ધમધમી રહી છે.ઉપરાંત દરિયાઈ રેતી તથા ભાદર સહિતની નદીઓ ની મીઠી રેતીચોરી પણ સતત થઇ રહી છે.તાજેતર માં કોંગ્રેસ દ્વારા પણ જીલ્લા માં ૪૦૦ ગેરકાયદે ખાણો મારફત મહીને ૧૦૦ કરોડ થી વધુ ખનીજચોરી થઇ રહી હોવાના આક્ષેપ કરાયા હતા.