પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જીલ્લા માં તંત્ર દ્વારા ૧૫ થી ૧૮ ની વય ના કિશોરો ના કોરોના રસીકરણ ની કામગીરી તા ૩ થી શરુ કરાઈ હતી.પરંતુ કોવેક્સીન નો જથ્થો ખલાસ થઇ જતા રસીકરણ કામગીરી બંધ કરાઈ હતી.૩૫૦૦ વેક્સીન નો જથ્થો ફાળવવામાં આવતા આજે કામગીરી આગળ વધશે.

પોરબંદર જીલ્લા માં ૧૫ થી ૧૮ વર્ષ ની વય ના કિશોરો ને કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરી તા ૩ થી શરુ કરવામાં આવી હતી.આ કામગીરી તા ૭ ના રોજ પૂર્ણ કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું હતું.પરંતુ કિશોરોને આપવામાં આવતી કોવેક્સીન નો જથ્થો ખલાસ થતા શુક્રવારે તંત્ર દ્વારા જીલ્લા માં ૨૪ સ્થળે રસી આપવાનું આયોજન સામે મર્યાદિત રસી હોવાથી શહેર માં માત્ર ૪ સ્થળો એ રસીકરણ કામગીરી કરવામાં આવી હતી.

કિશોરો ના વેક્સીનેસન માટે શરુઆત માં ફાળવેલ ૧૭૦૦૦ વેક્સીન પૂર્ણ થયા બાદ ૧૦,૦૦૦ વેક્સીન ની ડીમાંડ કરવામાં આવતા ૫૦૦૦ વેક્સીન નો ડોઝ જીલ્લા ને ફાળવવામાં આવ્યો હતો.જે પૂર્ણ થવાને આરે હોવાથી વધુ ૮૦૦૦ ડોઝ ની ડીમાંડ કરવામાં આવી હતી.પરંતુ રસી નો જથ્થો ફાળવવામાં આવ્યો ન હતો.જેથી શુક્રવારે બાકી રહેલા ૧૦૦૦ ડોઝ માંથી રસીકરણ કામગીરી કરવામાં આવી હતી.ઇન્ચાર્જ ડીડીઓ ધાનાણી એ જણાવ્યું હતું કે વધુ ૩૫૦૦ રસી નો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાથી આજે શનિવારે જીલ્લા માં ૬૫ કેન્દ્ર ખાતે ૩૫૦૦ કિશોરો ને વેક્સીન આપવામાં આવશે. જીલ્લા માં ૨૮૮૮૫ ના ટાર્ગેટ સામે અત્યાર સુધી માં ૨૨૫૩૧ તરુણો એ વેક્સીન લીધી છે.જયારે ૬૩૫૪ તરુણો બાકી છે.જો કે  જીલ્લા માં કોવીશિલ્ડ નો જથ્થો પુરતો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.