પોરબંદર

શિયાળો શરૂ થઇ રહ્યો છે અને પોરબંદર જીલ્લાના ૨૪ જેટલા મુખ્ય જળપ્લાવિત વિસ્તારો ત્થા સેકડો નાના વેન્ટલેન્ડ ખાતે હાલ લાખોની સંખ્યા માં વિદેશી પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળી રહ્યો છે.ત્યારે આ વિદેશી મહેમાનોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા પોરબંદર કોગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

પોરબંદર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે જીલ્લામાં મોટા કહી શકાય તેવા ૨૪ જેટલા વેન્ટલેન્ડ આવેલા છે.ત્યાં શીયાળા દરમિયાન લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ઉતરી આવ્યા છે.જેમાં સોથી વધુ પક્ષીઓ મોકર સાગર વેન્ટલેન્ડ માં જોવા મળી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે અહિયાં ર લાખ થી વધુ પક્ષીઓ આવે છે.જેમાં કુંજ,કરકરા,પેલીકન,લેઝર ફલેમીગો,ગ્રેટર ફ્લેમીગો જેવા પક્ષીઓના કલરવથી સમગ્ર વિસ્તાર ગુજી ઉઠ્યો છે.અહિયાં ખારા મીઠા ત્થા ખારા-મીઠા એમ ત્રણ પ્રકારના પાણીનો જળસંચય થતો હોવાથી વિદેશી મેહમાનો માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે.

પરંતુ ત્યાં અને આ પ્રકારના અન્ય જળપ્લાવિત વિસ્તારોમાં ભૂતકાળમાં શિયાળા દરમિયાન આવા પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ અનેક વખત બની ચુકી છે.છાયા રણ વિસ્તાર,જાવર ક્રિકકુછડી ક્રિકગોસાબારા ક્રિક મેઢા ક્રિકબરડા સાગર ડેમ,સોરઠી ડેમ વિસાવાડા તળાવ,કીન્દ્રી ક્રિક, ભાદરબારા ક્રિક સુકાળા તળાવ, કર્લી જળાશય અમીપુર ડેમ, વનાણા સહિતના જળપ્લાવિત વિસ્તારોમાં અત્યારે શિયાળામાં લાખો વિદેશી પક્ષીઓનો કલબલાટ સભળાય રહ્યો છે.છાને ખૂણે પક્ષીઓનો શિકાર થતો હોય તો તેને અટકાવવાની સંપૂર્ણ જવાબદારી વનવિભાગની છે.

ભૂતકાળમાં સોથી વધુ શિકારની ઘટના કુંજ પક્ષીઓ સાથે બની છે.તેઓ પોરબંદર પંથકના ખેતરોના મહેમાન બનીને મગફળી સહિત ચણ ચણવા આવે છે.પરંતુ તેમના માસના શોખીન એવા લોકો રૂપિયાની લાલચ આપીને આ રૂપકડા જીવોનો શિકાર કરાવતા હોય તેવા અનેક કિસ્સાઓ વન વિભાગના ચોપડે ચડી ચુક્યા છે.તેથી આ વિદેશી પક્ષીઓને સલામતી પૂરી પાડવી એ તંત્રની નેતિક ફરજ છે.તેથી મુખ્યમંત્રી દ્વારા સુચના આપવામાં આવે અને પોરબંદરના વન વિભાગ દ્વારા રાત્રીના સમયે ત્થા વહેલી સવારે આ જળપ્લાવિત વિસ્તારોની આજુ-બાજુ સઘન પેટ્રોલીગ હાથ ધરવામાં આવે તે જરૂરી છે તેવું રજુઆતમાં જણાવ્યું છે.