પોરબંદર

પોરબંદર વિલા સર્કિટ ખાતે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જિલ્લા કક્ષાનાં યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તથા Yoga for Humanity થીમ સાથે પોરબંદર ચોપાટી ખાતે તા.૨૧ જૂનના રોજ વહેલી સવારે યોગ દિવસની ઉજવણી કરાશે. જેમા શહેરીજનો, વિધાર્થીઓ, જુદી-જુદી સંસ્થાઓ સાથે જોડાયેલ લોકો, યોગ ટ્રેનર્સ, સરકારી કર્મચારીઓ સહિત યોગ પ્રેમીઓ સામુહિક યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટર અશોક શર્માએ જિલ્લાના અધિકારીઓને જરૂરી સુચન રજૂ કર્યા હતા. તથા યોગમાં બાળકો, કિશોરો, યુવાનો, વરીષ્ઠ નાગરિકો સહિત તમામ વર્ગના લોકો જોડાયને જિલ્લામાં દરેક ઘર સુધી યોગ પહોંચ અને યોગના ફાયદાથી દરેક નાગરિક વાકેફ થાય, સ્વાસ્થ સુધરે તે માટે યોગ ખુબ જરૂરી છે. તેમ જણાવ્યું હતું. બેઠકમાં અધિકારીઓ, સંસ્થાઓના હોદેદારો, યોગ સાધકો જોડાયા હતા.