પોરબંદર

પોરબંદર જીલ્લા માં ભેળસેળ કરતા લોકો સામે કાર્યવાહી કરવા કલેકટર દ્વારા સુચના અપાઈ છે.

પોરબંદર જિલ્લામાં ભેળસેળ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કલેકટર અશોક શર્માએ સૂચના આપી છે. દૂધ બાળકો સહિત સૌ કોઇની રોજની જરૂરીયાત છે.ત્યારે દૂધ, માવો, પાણીપુરી, રેસ્ટોરન્ટની ચીજવસ્તુઓ તેમજ બ્રેડ-પનીર સહિતની ખાધપદાર્થના નમૂના લેવા અને લોકોની ફરિયાદો હોય તો રૂબરૂ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને ગઇકાલે જિલ્લા પુરવઠા-ગ્રાહક ફરિયાદ અંગેની સમિતિની બેઠક મળી હતી. જેમાં લોકો ફરિયાદ નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન-ટેલીફોનીક નંબરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તોલમાપ તંત્ર દ્રારા પણ ઓછુ વજન કરતા હોય તેવા શખ્સો સામે કાર્યવાહી થાય અને પોરબંદરના તમામ દુકાનો તબક્કા વાઇઝ તપાસ થઇ જાય તેવી વ્યવસ્થા કરવા જાણાવાયુ છે.

ખાધપદાર્થની ફરિયાદ ફુડ સેફ્ટી ઓફિસરને મો.૯૨૬૫૧ ૨૦૬૯૯, ૭૭૭૭૯ ૮૯૭૨૦ પર લોકો નોંધાવી શકશે. તોલમાપ અંગેની ફરિયાદ ૯૬૬૨૪ ૧૨૩૭૭ પર નોંધાવી શકાશે.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી હિરલબેન દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, ગ્રાહક ફરિયાદ સમિતિના સભ્યો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.