પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર જિલ્લાના ૫૬ ગામોનો “સ્વામિત્વ યોજના” હેઠળ સમાવેશ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણથી ગામડાઓ સુવિધા સંપન્ન થઇ રહ્યા છે.ગામેગામે સ્થાવર મિલકત પરત્વે મિલ્કતની આકારણી માપણી કરી તેની ઓળખ માટેના આધારભૂત દસ્તાવેજ મળી શકે અને તે મિલકત પર લોન કે એવી અન્ય કોઈ સુવિધા મેળવી શકે તે માટે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુલ – ૫૬ ગામોની “સ્વામિત્વ યોજના અંતર્ગત પસંદગી થયેલ છે.આજથી આંબારામા, સિસલી અને કેશવ ગામોની માપણીથી શરૂઆત થયેલ છે.જેમાં ચુના માર્કિંગ અતિ અગત્યનું છે.

દરેક ગામે માપણી પહેલા ચુના માર્કિંગ અંગે માર્ગદર્શન સરવે કચેરી અને પંચાયત કચેરી દ્વારા સુવ્યવસ્થિત રીતે અપાઈ રહ્યું છે.માપણી કામગીરીની શરૂઆત થાય તે પહેલા ગામજનોને માહિતગાર કરાય અને ગામની ગ્રામ પંચાયત દ્વારા મિલકતદારો તેમની મિલકતોની હદ જણાવે તે માટે ચૂના હદ નિશાન કરવામાં આવશે (ચુના માર્કિંગ) અને ત્યાર બાદ ડ્રોન સરવે વિથ ટેપીંગ પ્રક્રિયા કરીને ગામડાઓની તમામ મિલકતોની માપણી કરી આવશ્યક આધાર પુરાવા મેળવી, વેરિફિકેશન, વાંધા નિકાલ, આખરી રેકર્ડ આધારે નવા પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે.વિશેષમાં માહિતી માટે ડી.આઈ.એલ.આર.કચેરી,જિલ્લા સેવા સદન – ૧,બ્લોક નં. ૩૦૯ માં સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.