પોરબંદર

કમિશ્નર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,પોરબંદર સંચાલિત જીલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા– ૨૦૨૨નું આયોજન આગામી સમયમાં યોજાનાર છે.પોરબંદર જીલ્લાના વિદ્યાર્થી/ બાળ કલાકારો કે જેઓની ઉમર ૦૭ થી ૧૩ વર્ષની હોય તેઓએ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.આ સ્પર્ધામાં “અ” વિભાગ (૦૭ થી ૧૦ વર્ષ) “બ” વિભાગ (૧૧ થી ૧૩ વર્ષ) ખુલ્લો વિભાગ (૦૭ થી ૧૩ વર્ષ) એમ ત્રણ વયગૃપ પ્રમાણે જુદી-જુદી કુલ ૧૨ કૃતિઓમાં ભાગ લઇ શકાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત ફોર્મ ભરી સાથે આધારકાર્ડની ઝેરોક્ષ જોડી શ્રી પુંજાપરા પ્રાથમીક શાળા, રાણાકંડોરણા કન્વીનર ઘેલુભાઈ કાંબલીયા મો.નં ૮૨૦૦૧૬૨૦૪૨ને અથવા જીલ્લા યુવા વિકાસ અધિકારી, (જીલ્લા રમતગમત અધિકારીની કચેરી,”ગાંધી સ્મૃતિ ભવન”કનકાઈ માતાના મંદિર પાસે, ચોપ રોડ, પોરબંદર)ને તા:૦૮ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે.