પોરબંદર

પોરબંદર ના ચોપાટી ગ્રાઉન્ડ પર ચકડોળ રાખી વ્યવસાય કરતા ચકડોળધારકોને પાલિકા દ્વારા હટાવવા ની કાર્યવાહી થતા ચકડોળ ધારકો આ અંગે વિરોધ કરી પાલિકા કચેરી એ દોડી ગયા હતા.

પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં ચકડોળ રાખી વરસો થી ગુજરાન ચલાવતા ચકડોળ ધારકો ને પાલિકા ની ટીમ દ્વારા પોલીસ ને સાથે રાખી હટાવવાની કાર્યવાહી શરુ કરી હતી.આથી ચકડોળ ધારકો પરિવારજનો સાથે પાલિકા કચેરી એ દોડી ગયા હતા.અને રજુઆત કરી હતી કે તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવા માટે સમય આપવામાં આવ્યો નથી.એકાએક ખાલી કરી તમામ ચકડોળ ક્યાં રાખવા તે પણ સવાલ છે.અને વરસો થી પેટીયું રળતા ચકડોળ ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવવી જોઈએ તેવી પણ રજૂઆત કરી હતી.

પાલિકા ના અધિકારી એ જણાવ્યું હતું કે તમામ ચકડોળ ધારકોને જગ્યા ખાલી કરવા અગાઉ નોટિસ પણ આપી હતી. અને મૌખિક જાણ પણ કરી હતી.ચકડોળ ધારકોએ જણાવ્યું છે કે તંત્ર દ્વારા વહેલીતકે તેઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા માં આવે તો તેઓ પોતાનો અને પોતાના પરિવાર નો નિભાવ કરી શકે જો કે ચીફ ઓફિસરે ચકડોળ ધારકો ને પાલિકા પ્રમુખ ને રજૂઆત કરવા જણાવતા ચકડોળ ધારકો પ્રમુખ હાજર ન હોવાથી વિલા મોઢે પરત ફર્યા હતા.