પોરબંદર

પોરબંદર ની ચોપાટી ખાતે પક્ષીઓ ને ગાંઠિયા નાખવા પર પ્રતિબંધ મુકવા સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર ને રજૂઆત કરાઈ છે.

પોરબંદર ના સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે.કે પોરબંદર ની ચોપાટી સહિતના વિસ્તારો માં હજારો ની સંખ્યામાં શિયાળામાં ઉતરી પડતા સીગલ પક્ષી રોનકમાં વધારો કરે છે,વિદેશથી શિયાળામાં પોરબંદર ના મહેમાન બનતા આ પક્ષીઓનો મુખ્ય ખોરાક નાની માછલીઓ અને લીલ રહેલો છે.પરંતુ ચોપાટી ખાતે તેને શહેરીજનો દ્વારા ગાંઠિયા નાખવામાં આવે છે.જેથી પક્ષીઓ ગાંઠીયા અને ફરસાણનાં વ્યસની બની ગયા છે.જેથી તેઓની હોજરીને ભયંકર નુકસાન પહોંચે છે.

ખાસ કરીને પક્ષીઓની હોજરી ખુબજ નરમ હોય છે.આથી તેમાં તેલ-મસાલાવાળો ખોરાક જવાથી તેની પાચનશક્તિ ઘટી જાય છે.અને આયુષ્ય પણ ઓછું થાય છે.પીંછા પણ ખરવા માંડે છે.અને ચામડીના જુદા જુદા રોગોનો ભોગ પણ બની શકે છે.અગાઉ પાલિકા દ્વારા અહી ગાંઠિયા ના વેચાણ પર પ્રતિબંધ મુકવાના કારણે લોકો પક્ષીઓ ને ચણ નાખતા હતા.પરંતુ અત્યારે અહી મોટા પ્રમાણ માં ગાંઠિયા નું વેચાણ થઇ રહ્યું છે.

પક્ષીઓની શરીર રચના મુજબ ગાંઠીયા તેના મુળ ખોરાક નથી.ગાંઠીયા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો સોડા એસ, મરી અને તેલ આ પક્ષીઓ માટે હાનીકારક સાબીત થાય છે.ભુતકાળમાં જામનગર ની તળાવ ની પાળ ખાતે સીગલ પક્ષીઓના ટપોટપ મોત થયા હતા,આ મૃત્યુના કારણોમાં એક કારણ ગાંઠીયાનો અખાદ્ય વાસી ખોરાક ખાવાથી થયાનું બહાર આવ્યું હતું.જેથી ત્યાના તંત્ર એ તળાવની પાળ પર ગાંઠીયા વેચાણ પર ઘોંસ બોલાવી અને ગાંઠીયા નાખવા પર પ્રતિબંધ મુક્યો હતો.આ રીતે પોરબંદર ની ચોપાટી સહીત ના વિસ્તારો માં પણ ગાંઠિયા ના વેચાણ પર અને પક્ષીઓ ને ગાંઠિયા ખવડાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે.