પોરબંદર

પોરબંદર નાં ખિદમત-એ-ખલક ગ્રુપ દ્વારા મદરેસા કન્યા શાળા માં તા.4/02 /2022 શુક્રવાર થી તા. 6/02/2022 રવિવાર સુધી ત્રણ દિવસ સુધી જનરલ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મેડિકલ ઓફિસર ડો. રાજશ્રી બેન ઓડદરા અને તેની ટીમ સેવાઓ આપશે.ત્રણ દિવસ સુધી સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી આ કેમ્પ નો લાભ લઇ શકાશે.ત્રણ દિવસ દરમ્યાન ૬/૨/૨૦૨૨ રવિવાર ના રોજ ડો. નયન જેઠવા – નેત્રમ આંખ ની હોસ્પિટલ ના સહયોગ થી આંખના દર્દીઓ માટે ખાસ કેમ્પ થશે.

કેમ્પ નો લાભ લેવા ઇચ્છુક લાભાર્થીઓ એ કેમ્પની તારીખે સવારે ૮.૩૦ વાગ્યે નામ નોંધાવી દેવું.આ કેમ્પ માં ડોક્ટર દ્વારા તપાસ અને જરૂરી સારવાર તથા જરૂરી દવાઓ ફ્રી આપવમાં આવશે.આંખ ના દર્દીઓ માં ગરીબ અને જરૂરિયાત મુજબ મોતિયા ના ઓપેરશન નેત્રમ આંખ ની હોસ્પિટલ માં કરી આપવામાં આવશે.
આ ત્રણ દિવસ દરમ્યાન દરરોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી કોરોના વેકસીન ના પ્રથમ તથા બીજા ડોઝ  માટે કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.તેમજ આ ત્રણ દિવસ સુધી તમામ ને આયુષ્યમાંન કાર્ડ પણ કાઢી આપવામાં આવશે.

ફારૂક સુર્યા
ખિદમત-એ-ખલક ગ્રુપ
સીટી ચેરમેન WMO પોરબંદર.