પોરબંદર

પોરબંદર ખાતે ૧૩૫ આવાસ ની ડ્રો મારફત ફાળવણી કરવામાં આવી હતી.અને ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહીત ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ફ્લેટ ના એલોટમેન્ટ લેટર તથા ચાવી આપવામાં આવી હતી.

સરકારની બી.એસ.યુ.પી. યોજના અંતર્ગત પોરબંદર છાયા નગરપાલિકાના બોખીરા વિસ્તારમાં,રામકૃષ્ણ મિશન સામે ૨૪૪૮ ફલેટ બનાવવામાં આવ્યા છે.જે પૈકી અગાઉ છ કોમ્પ્યુટરાઈઝડ ડ્રો થી ૧૩૧૫ લાભાર્થીઓને રહેણાંક યુનિટો ફાળવવામાં આવ્યા હતા.ત્યાર બાદ  ૧૩૫ યુનિટો ફાળવવા માટે સાતમા તબ્બકાનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો તન્ના હોલ ખાતે યોજાયો હતો.ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,રાજકોટ ઝોન ના નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધીમંત વ્યાસ,પ્રાંત અધિકારી જાડેજા,પાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા તેમજ નગરપાલિકા સદસ્યો વગેરે ની ઉપસ્થિતિમાં ડ્રો પુર્ણ કરી લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર તથા ચાવીઓ સોપવામાં આવી હતી.તથા બાકી રહેતા રહેણાંક વંચિતોને આ યોજનાનો લાભ લેવા માટે પાલિકા દ્વારા અપીલ કરાઈ છે.