પોરબંદર

પોરબંદર ખાતે સામાજિક સુખાકારી મત યોગ વિષય પર આધારિત યોગોત્સવ ૨૦૨૨ કાર્યક્રમ યોજાશે.જેમાં વિવિધ વિષય ના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે.

આઝાદી ના અમૃત મહોત્સવના ભાગ રૂપે, આયુષ મંત્રાલય, ભારત સરકારની પ્રેરિત, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.),જામનગર દ્વારા મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગ (એમ.ડી.એન.આઇ.વાય.), નવી દિલ્હીના સહયોગથી તથા જીલ્લા વહીવટી તંત્રની સહાયથી ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ૧૦૦ દિવસની ગણનાના અભિયાન અંતર્ગત, ‘સામાજિક સુખાકારી માટે યોગ’ વિષય આધારિત ૯૫મો યોગોત્સવ સુદામાપુરી તરીકે પ્રસિદ્ધ અને મહાત્મા ગાંધીજીનાં જન્મસ્થળ તરીકે પ્રખ્યાત પોરબંદર મુકામે તારીખ ૧૫મી જૂન ૨૦૨૨, બુધવારના રોજ કીર્તિ મંદિર અને આર્ય કન્યા ગુરુકુલ પરિસરમાં આયોજિત થવા જઈ રહ્યો છે.આ કાર્યક્રમ આયુષ મંત્રાલય, એમ.ડી.એન.આઇ.વાય., આઇ.ટી.આર.એ., વગેરેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી લાઇવ પ્રસારિત કરવામાં આવશે.

પોરબંદરના વિવિધ ક્ષેત્રના ખ્યાતિ પ્રાપ્ત મહાનુભાવો તથા સામાજિક અગ્રણીઓ ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા,ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,પોરબંદરના પ્રથમ નાગરિક સરજુભાઈ કારીયા,એ. એમ. શર્મા કલેક્ટર, પોરબંદર,પ્રો. વૈદ્ય અનુપ ઠાકર, ડાયરેક્ટર,આઇ.ટી.આર.એ.,નિલેશભાઈ મોરી,પંકજભાઈ મજીઠીયા,ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયા,જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ,ડો. નૂતન ગોકાણી,વિવિધ જ્ઞાતિ-સમાજના પ્રમુખો, સરકારી અધિકારીઓ, જાણીતા ચિકિત્સકો, ધારાશાસ્ત્રીઓ, અભિયંતાઓ, અભિલેખાકારો, વિભિન્ન મહિલા સંસ્થાઓના સદસ્યો વગેરેએ આ કાર્યક્રમના વિવિધ ક્ષત્રોમાં તેમની સક્રિય પણે ભાગ લેવામાટે સંમતિ આપેલ છે.

અર્ધદિવસીય આ કાર્યક્રમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ પ્રાયોગિક સત્ર સવારે ૦૭ થી ૦૮ વાગ્યા સુધી કિર્તિ મંદિર- પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે યોજાશે,જેમાં પ્રેરણાત્મક ઉદબોધન અને સામાન્ય યોગ પ્રોટોકોલ અભ્યાસ નો સમાવેશ કરવામાં આવેલ છે. આ સત્રના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા રહેશે.

કાર્યક્રમનું દ્વિતીય ક્ષત્ર જ્ઞાન સત્ર રહેશે જે આર્ય કન્યા ગુરુકુળમાં વિશેષ આમંત્રિત મહેમાનો તથા આર્ય કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનીઓ માટે સવારે 0૯;30 વાગ્યાથી આયોજીત કરવામાં આવેલ છે. આ સત્રનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન ભાઈ રમેશભાઈ ઓઝા,રાષ્ટ્રીય સંત અને પ્રખર ભાગવતાચાર્ય ના હસ્તે તેમના આશીર્વચન સાથે થશે. આ પ્રસંગે આઇ.ટી.આર.એના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય અનુપ ઠાકર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્ઞાન સત્રમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજી મહારાજ, જાણીતા સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને યોગાચાર્ય ડૉ. ઉલ્કા નાટુ ગડમ, પ્રો. વૈદ્ય અર્પણ ભટ્ટ, વિભાગાધ્યક્ષ, સ્વસ્થવૃત્ત, આઇ.ટી.આર.એ. ના પ્રવચનો તેમજ આઇ.ટી.આર.એ. ના નિષ્ણાતો દ્વારા વાય બ્રેક તેમજ બહેનોને થતી સમસ્યાઓ માટેની યોગાભ્યાસ કાર્યશાળાઓ આયોજિત થશે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટીમ આઇ.ટી.આર.એ.,જામનગર, પોરબંદરના સ્થાનિક આગેવાનો અને વહીવટીતંત્ર તેમજ આર્ય કન્યા ગુરૂકુળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.