પોરબંદર

પોરબંદર ખાતે સ્વામિનારાયણ મેનેજમેન્ટ અને કોમર્સ કોલેજ તથા ધી પોરબંદર યુવા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ નો સેમીનાર યોજાયો હતો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ છાયા પોરબંદર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મેનેજમેન્ટ અને કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિતને કેન્દ્ર સ્થાને રાખી વારંવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું આવ્યું છે.વિદ્યાર્થીઓને મની મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ સબબ પાયાનું જ્ઞાન મળી રહે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઊભી થનારી આર્થિક જવાબદારીઓ ને પહોંચી વળવા માટેનું જરૂરી પ્લાનિંગ અત્યારથી જ શીખી શકે તે માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધી યુવા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ તથા શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ,પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જામનગર થી પંકજભાઈ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટમેન્ટ ની જરૂરિયાત,તેના વિવિધ આયામો અને અલગ અલગ પદ્ધતિઓ વિશે માહિતગાર કર્યા હતા.ચોક એન્ડ ટોક પદ્ધતિને બદલે પ્રશ્નોત્તરી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તેમણે આપેલી માહિતી વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક ગ્રહણ કરી હતી અને ખૂબ જ ઉપયોગી જ્ઞાન મેળવ્યું હતું.

આ સેમિનાર અંતર્ગત ધી પોરબંદર યુવા ડીસટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ નાં પ્રેસિડેન્ટ પ્રમોદભાઈ માવાણી અને વાઈસ પ્રસિડેન્ટ એડવોકેટ આકાશભાઈ લાખાણી એ વિદ્યાર્થીઓને ચેમ્બરની કામગીરીથી વાકેફ કર્યા હતા સાથે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સેમિનાર,ઔધોગિક તાલીમ,પ્રોજેક્ટ રિપોર્ટ અને ફાઈનલ પ્લેસમેન્ટ સંદર્ભે ચેમ્બર તરફથી પૂર્ણ સહયોગ ની ખાતરી આપી હતી.

સંસ્થાના સ્થાપક શા. સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી તથા મેનેજીંગ ટ્રસ્ટી શા. સ્વામી ભાનુપ્રકાશદાસજીએ વિદ્યાર્થીઓ ને આશિર્વચન પાઠવ્યા હતા.સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. સુમિતકુમાર આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત અભિવાદન કરાયું હતું તથા સર્વે સ્ટાફ મિત્રોએ આ નવતર આયોજન ને બિરદાવ્યું હતું.