પોરબંદર

પોરબંદર ખાતે બે દિવસીય પિંક સેલિબ્રેશન નો પ્રારંભ થયો છે.જેમાં પ્રથમ દિવસે નિષ્ણાંતો દ્વારા ફ્લેમિંગો વિષે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા.ઉપરાંત જાવર વિસ્તાર માં ફ્લેમિંગોની ફોટોગ્રાફી પણ કરી હતી.

સુરખાબી નગરી પોરબંદરમાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા છે.જ્યાં હાલ ના સમય માં મોટી સંખ્યા માં ફ્લેમિંગો પક્ષી નજીક થી નિહાળવાની તક મળે છે.ત્યારે મોકરસાગર કમિટી દ્વારા બે દિવસીય પિંક સેલિબ્રેશન નો પ્રારંભ કરાયો છે.જીએમસી સ્કુલ અને ઇન્ટેક સંસ્થા ના સહયોગ થી આ કાર્યક્રમ જીએમસી સ્કુલ ખાતે યોજાયો છે.કોરોના કાળ ના બે વર્ષ પછી આ આયોજન થતા દેશભર ના ૪૫ પક્ષીપ્રેમીઓ અને તજજ્ઞો તેમાં જોડાયા છે.

પ્રથમ દિવસે કમિટી ના ધવલભાઈ વારગીયા એ પ્રેઝન્ટેશન દ્વારા ફ્લેમિંગો અંગે રસપ્રદ માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે પોરબંદર માં ઇસ ૧૯૬૫ ની સાલ થી વિવિધ જળ પલ્લવિત વિસ્તારો માં ફ્લેમિન્ગો ના આગમન ની શરૂઆત થઇ હતી.શિયાળા ના સમય માં હજારો ની સંખ્યા માં ઉતરી આવતા આ ફ્લેમિન્ગો પ્રથમ વરસાદ પછી ધ્રાંગધ્રા નજીક આવેલ ઘુડખર અભયારણ્ય વિસ્તાર માં પ્રજનન અને નેસ્ટીન્ગ માટે જતા રહે છે.જે ઓક્ટોબર આસપાસ નાના બચ્ચા સાથે પોરબંદર પરત ફરે છે.

પોરબંદર ના વિવિધ જળ પલ્લવીત વિસ્તારો માં હજારો ફ્લેમિન્ગો ના દુર્લભ નઝારા ને જોઈ ને મંત્ર મુગ્ધ થઇ જતા લોકો તેના સંરક્ષણ ની જરૂરત સમજે તેના માટે આ આયોજન કરાયું છે.ડો કમલ મહેતા એ ફ્લેમિંગો પક્ષી માંથી માનવીઓ એ શું શીખવા જેવું છે.તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.વિક્રાંતસિંહ ઝાલા એ આસપાસ ના જળપલ્લવિત વિસ્તારો વિષે માહિતી આપી હતી.ત્યાર બાદ સાંજ ના સમયે તમામ લોકો એ જાવર ના જળપલ્લવિત વિસ્તાર માં ગુલાબી ચાદર ની જેમ છવાયેલા દસ હજાર થી વધુ ફ્લેમીગો ને નિહાળ્યા હતા.અને ફોટોગ્રાફી કરી હતી આવતીકાલે તા ૧૨ ના રોજ સવાર ના સમયે ફ્લેમિંગો નો કોર્ટશિપ ડાન્સ નિહાળવાનું આયોજન કરાયું છે.