પોરબંદર

પોરબંદર ખાતે બે દિવસીય પિંક સેલિબ્રેશન નું સમાપન કરાયું હતું.બીજા દિવસે તમામ પક્ષીપ્રેમીઓ એ ફ્લેમિંગોના પ્રણય નૃત્ય ની ફોટોગ્રાફી કરી હતી.

પોરબંદર ખાતે મોકર સાગર વેટલેન્ડ કમિટી દ્વારા આયોજિત બે દિવસીય પિંક સેલિબ્રેશન નું સમાપન થયું હતું.બીજા દિવસે તમામ પક્ષીપ્રેમીઓ એ સવાર ના સમયે જાવર ખાતે ના જળ પલ્લવિત વિસ્તાર માં જ્યાં હજારો ની સંખ્યા માં ફ્લેમિંગો વસવાટ કરે છે.ત્યાં ફ્લેમિંગો ની વિવિધ મુદ્રાઓ ની ફોટોગ્રાફી કરી હતી.અને ફ્લેમિંગો નો કોર્ટશીપ ડાન્સ નિહાળી તમામ લોકો દંગ થઇ ગયા હતા.કમીટીના ધવલ વારગીયા એ ફલેમીંગોના કોર્ટ શીપ ડાન્સ એટલે કે પ્રણય નૃત્ય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્લેમિન્ગો પોતાના પ્રણય નૃત્ય માં ૯ જેટલા અલગ અલગ સ્ટેપ કરે છે.ફલેમીંગોમાં પણ પાત્ર પસંદગી હોય છે, જેમાં ૪ થી ૫ જેટલા નર ફલેમીંગો ડાન્સ કરે છે.અને તેઓની વચ્ચે એક માદા ઉપસ્થિત રહે છે.અને પોતાની આજુબાજુમાં ડાન્સ કરનારા નર ફલેમીંગો માંથી એકને પોતાના પ્રિતીપાત્ર બનાવીને તેના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે.આ સેલિબ્રેશન માં જોડાયેલ લોકો એ જણાવ્યું હતું કે આ ફેસ્ટીવલથી તેઓને ઘણુ નવું જાણવા મળ્યું છે.