પોરબંદર

પોરબંદર પતંજલિ યોગ સમિતિ દ્વારા ૫૧ કુંડી હવનની ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર પતંજલી યોગ સમિતિ તથા જિલ્લા યજ્ઞ સમિતિ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ઉદ્યોગનગર ખાતે હરિદ્વાર થી પધારેલ સ્વામી યજ્ઞ દેવજી મહારાજ આચાર્ય શ્યામતાજી મહિલા રાજ્ય પ્રભારી નેહાબહેંનજી તથા આસ્થા ચેનલના ભાઈશ્રી પધારેલ.સ્વામીજી દ્વારા આપણા જીવનમાં અત્યારના કોરોનાવાયરસ થી બચવા માટે પતંજલિ અનુસંધાન કેન્દ્રમાં અનુસંધાન પછી અલગ-અલગ રોગો માટેની અલગ અલગ સામગ્રી તૈયાર કરેલ ફક્ત ૧૫ મિનિટના હવન કરવાથી આપણો પરિવાર કઇ રીતેસુરક્ષિત રહેશે તે વિશે વિશેષ માહિતી આપી સમજાવેલ.કોરોના પહેલી બીજી લહેર માં આપણે સેનેટાઈઝનો ઉપયોગ કરતા હતા.

જ્યાં કોરોના કેસ આવેલ હોય તે વિસ્તાર પણ સેનેટાઈઝ કરાવતા.પરંતુ ઘરની દરેક વસ્તુ સેનિટાઈઝ થતી ન હોય.પરંતુ ધી,ગૂગળ,કપૂર સામગ્રી દ્વારા હવન કરવાથી ઘરની દરેક વસ્તુ કપડાં ગાદલા ગોદડામાં પણ વાયુ થી બધીજ વસ્તુ સેનેટાઈઝ થઈ જાય છે.અને બેક્ટિરિયા મરી જાય છે.અને વાયુ આપણા શરીરમાં જવાથી શરીરમાં રહેલ જીવાણુ પણ મરી જાય છે.૬૧ કુંડી નોંધાયેલ તેમાંથી ૫૮ પરિવાર યજ્ઞ માટેપધારેલ તેમાં અંદાજે ૨૦૦ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહેલ.

આ ૫૮ કુંડી હવન કરવાથી આજુ-બાજુનો વિસ્તાર માં પણ યજ્ઞ ધૂપ પહોંચી ગયેલ.તેથી તે વિસ્તાર પણ બેક્ટેરિયા મુક્ત થઈ ગયેલ.અને તે લોકોને પણ ફાયદો થયેલ.આટલી સંખ્યા ભેગી થયેલ તેથી સ્વામીજી મિશન હરિદ્વાર થી ઘર-ઘર સુધી યજ્ઞ પહોંચશે.કોરોનાથી બચવા યોગ આયુર્વેદ અને ઘરમાં જડીબુટી થી હવન કરવા સ્વામીજી એ અપીલ કરેલ હતી.૫૮ કુંડી યજ્ઞ ને સફળ બનાવવા માટે પતંજલિ યોગ સમિતિ અને છ સંગઠન એ જહેમત ઉઠાવેલ. તેમાં નરેશભાઈ જુંગી કૃષ્ણકાંત આર્ય,હસમુખભાઈ શીલુ,દિનેશભાઈ થાનકી,વસંતબેન કોટડીયા,ઉષાબેન શિયાળ,અશ્વિનભાઈ દવે તથા ઓમકારેશ્વર મંદિર યોગા ગ્રુપ તથા તેના ટ્રસ્ટીઓના  સહકાર થી કાર્યક્રમ સંપન્ન થયો.