પોરબંદર

પોરબંદર ખાતે જનરલ બીપીન રાવત સહિતના શહીદો ને શ્રધાંજલિ અપાઈ હતી.જેમાં કિર્તીમંદિર ખાતે ઉપરાંત ખાદી ભંડાર અને વિવિધ વેપારીઓ દ્વારા પોતાના વ્યવસાય સ્થળે શ્રધાસુમન અર્પણ કરાયા હતા.

તમિલનાડુ ખાતે હેલિકોપ્ટર અકસ્માત માં અવસાન પામેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત સહીતના જવાનો ને પોરબંદરના કિર્તીમંદિર ખાતે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,કલેકટર શર્મા,ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારિયા સહીત મોટી સંખ્યામાં અધિકારીઓ,વિવિધ સંસ્થા ના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.અને સદગત ને મૌન શ્રધાંજલિ અર્પણ કરાઈ હતી.

તો બીજી તરફ ખાદી ગ્રામોદ્યોગ ભવન દ્વારા પણ તેઓને શ્રદ્ધાંજલી આપી તેમના દિવ્યા આત્માની શાંતિ અર્થે પાંચ મિનિટ નું મૌન રાખી ખાદી ભવન સ્ટાફ તેમજ સંસ્થા ના પ્રમુખ અનિલભાઈ કારીયા,મંત્રી મુકેશભાઈ દતા અને વ્યવસ્થાપક રમેશભાઈ વિઠલાણી દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.એ સિવાય ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારિયા ની અપીલ ના પગલે શહેર માં વિવિધ દુકાનદારો સાંજે સાત વાગ્યે પાંચ મિનિટ પૂરતી દુકાન બંધ કરી ને હાજર ગ્રાહકો સાથે નું કામકાજ રોકી દુકાન બહાર નીકળી મીણબત્તી પ્રગટાવી હતી.અને મૌન શોકાંજલિ આપી દેશના રક્ષકો તરફ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.જેમાં કટલેરી એસો.,કરીયાણા એસો.,ની મહાજન એસો.,થ મર્ચન્ટ એસો.સહિતના વેપારી સંગઠનો ના આગેવાનો અને વેપારીઓ જોડાયા હતા.