પોરબંદર

પોરબંદર ખાતે  ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-ર૦ર૦ની સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.જેમા જિલ્લામાં સમિતિ સમક્ષ કુલ-૧૨ દરખાસ્તો તપાસ પૂર્ણ કરી રજૂ કરવામાં આવી છે. જે પૈકી સરકારી જમીન પર ૧ અરજીમાં તથા ખાનગી જમીન પર ૧ એમ ૨ અરજીઓમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા નિર્ણય કરાયો છે.

સરકારી જમીન પર કુલ-૧ કેસમાં ચો.મી.૨૩૨૪૯-૦૦ ની જંત્રી મુજબની કિંમત રૂ.૩૫,૭૯,૮૨૧- ની જમીન પર કુલ-૪ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવેલ છે. તેમજ ખાનગી જમીન ચો.મી.૬૧૬-૦૦ પર કુલ-૧૧ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે, જે બાબતે અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરેલ છે.

પોરબંદર જિલ્લામાં ખાનગી જમીન પર કુલ-૫ કેસમાં ચો.મી.૫૫૩૨૨ જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ.૧.૨૮ કરોડની જમીન પર કુલ-૨૩ ઈસમો દ્રારા કરાયેલ દબાણ દબાણકાર દ્વારા સ્વેચ્છાએ દૂર કરાયુ છે. સમિતિની બેઠકમા જિલ્લા વિકાસ અઘિકારી વી.કે.અડવાણી,પોલીસ અધિક્ષક ડો રવિમોહન સૈનિ, સભ્ય સચિવ અને નિવાસી અઘિક કલેક્ટર એમ.કે.જોશી,નાયબ કલેક્ટર કે.વી.બાટી,નાયબ કલેક્ટર એ.જે.અસારી સુપ્રિ.લેન્ડ રેકર્ડઝ શ્રીમતિ એમ.એસ.ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.