પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધીના વિસ્તારમાં તંત્ર દ્વારા 11 મહિનામાં 136 જેટલા સ્થળેથી ગેરકાયદેસર ખાણો,વહન અને સંગ્રહના 136 કિસ્સા પકડી પાડેલ છે.જેમાં 168થી વધુ મશીનરી કબ્જે કરી છે.સરકારી ચોપડે નોંધાયેલ લિઝ અંગે પોરબંદર ખાણ ખનીજ તંત્રએ જણાવ્યું હતું કે જિલ્લામાં મુખ્ય ખનીજ એટલેકે બોકસાઈડ અને લાઈમસ્ટોન ની 96 લિઝ છે.જેમાંથી 39 કાર્યરત છે.જ્યારે ગૌણ એટલેકે બેલા,ચોક,રેતી,બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજની 409 લિઝ છે જેમાંથી 253 કાર્યરત લિઝ છે.
ગેરકાયદેસર ખાણો ચલાવનાર શખ્સોને નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી કરવામાં આવતા કુલ રૂ. 2 કરોડથી વધુનો દંડ વસુલાયો છે.ખાસ તો જે શખ્સોએ દંડની રકમ ભરેલ નથી.તેવા સામે કાર્યવાહી કરાઈ છે જમાં 3 માસમાં 11 શખ્સ સામે કોર્ટકેસ- પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ શખ્સો ના કુલ રૂ. 5 કરોડથી વધુ રકમ થતી હતી જે નોટિસ ફટકાર્યા બાદ પણ ભરપાઈ ન કરતા તેઓ સામે કાર્યવાહી કરી છે.