પોરબંદર

સામાન્ય રીતે વહીવટીતંત્રના અધિકારીઓ સરકારી કચેરીઓની સરપ્રાઇઝ મુલાકાત લેતા હોય છે.પરંતુ પોરબંદરના જીલ્લા કલેકટરે નજીકના રાણખીરસરા ગામે ગ્રામપંચાયતની મુલાકાત લેવાની સાથોસાથ વર્ષોથી ગામમાં સેવારત જલારામધામ વૃધ્ધાશ્રમની સરપ્રાઇઝ મુલાકાત લીધી જેમાં વૃધ્ધોને પણ સરપ્રાઇઝ મળી હતી.અધિકારી દરજજાના વ્યકિત તેમની પાસે બેસીને પ્રેમ અને હંફ આપવાની સાથોસાથ જુની યાદો તાજી કરાવતા વૃધ્ધો પણ તેમની પાસે ખીલી ઉઠયા હતા અને પોતાના જમાનાના યાદગાર ગીતો તેમણે કલેકટર પાસે રજુ કરતા જીલ્લા કલેકટરે પણ ભાવવાહી બનીને તેમની સાથે ગીત ગાઇને તેમને આનંદ આપ્યો હતો.

ઘણી વખત વૃધ્ધો કુટુંબની વચ્ચે રહેતા હોય તો પણ એકલતા અને પરિવારજનોની ઉપેક્ષાનો ભોગ બને છે.ત્યારે પોરબંદર નજીકના રાણાખીરસરા ગામે જલારામધામ વૃધ્ધાશ્રમમાં ૨૩ જેટલા વૃધ્ધ-વૃધ્ધાઓ વર્ષોથી વસવાટ કરે છે.તેની પોરબંદરના જીલ્લા કલેકટર અશોક શર્માએ સરપ્રાઇઝ મુલાકાત કરી હતી.અને વૃધ્ધોની સાથે ૫૫ મીનીટ જેટલો સમય પસાર કરીને તેમના સુખ-દુઃખ જાણવાની સાથોસાથ અડધો કલાક વૃધ્ધો પાસેથી તેમના જમાનાના ગીત સાંભળ્યા હતા. રાણાખીરસરા ગ્રામપંચાચતની મુલાકાતે આવેલા જીલ્લા કલેકટરે આ વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી.ત્યારે વૃધ્ધો પણ રોમાંચીત બની ગચા હતા.

રાણાખીરસરા ગામે સેવારત આ વૃધ્ધાશ્રમમાં નિવાસી વડીલ તરીકે છેલ્લા ૨૦ વર્ષથી રહેતા ગુલાબબેન દિનેશચંદ્ર જોશી એ પોતાના સુંદરમજાના કંઠમાં પોતાના જમાનાના એક -એક થી ચડીયાતા ગીતની કડીઓ રજુ કરી ત્યારે તેમના કંઠ ઉપર કલેકટર અશોક શર્મા પણ ઓવારી ગયા હતા અને ભાવવિભોર બની ગયા હતા. ‘તુમ હી હો બંધુ, તુમ હી હો સખા, જો વાદા કીયા વો નિભાના પડેગા’, ‘એક પલ મે મિલના, એક પલ મે બીછડના’‘શીતલ પવન ચે લગાયે લગન, ઓ સજન અબ તો મુખડા દીખા જા’, ‘આ લોટ કે આજા મેરે મીત, તુજે મેરે ગીત બુલાતે હે…’ ‘છોડ ગયા બાલમ મેરા પ્યારભરા દિલ તુટ ગયા’ જેવા ગીતો ગુલાબબેને રજુ કર્યા ત્યારે જીલ્લા કલેકટરસહિત સૌ કોઇ મંત્રમુગધ્ધ બની ગયા હતા. મહત્વની વાત એ હતી કે,આ વૃધ્ધાને અસંખ્ય ગીતો આખેઆખા મોઢે આવડે છે.તેમની વૃધ્ધાવસ્થામાં પણ સ્મૃતિ ક્ષીણ થઇ નથી તે “જોઇને સૌ કોઇ એ તેમને બિરદાવ્યા હતા.

પોરબંદરના જીલ્લા કલેકટર અશોક શર્માએ પણ વૃધ્ધાશ્રમમાં જામેલી ગીતોની મહેફીલમાં સૂર પુરાવીને વૃધ્ધોને આનંદ આપ્યો હતો. ‘કીસીકા દર્દ મિલ શકે તો લે ઉધાર’, ‘જીના ઇસી કા નામ હૈ” તથા “પંખીડાને આ પીંજરૂ જુનુ જુનુ લાગે, બહુ સમજાવ્યું તો ચે પંખી નવું નવું માંગે’ જેવી પંક્તિઓ સુમધુર સ્વરમાં ગાઇને વૃધ્ધોના દર્દને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જુઓ કલેકટર નો નવો અંદાજ આ વિડીયો માં