પોરબંદર

પોરબંદર માં આરોગ્ય વિભાગ ના વધુ બે છબરડા સામે આવ્યા છે.જેમાં આઠ માસ પહેલા અવસાન થયેલ વૃદ્ધા ના નામે ચાર દિવસ પહેલા કોરોના વેક્સીન નો બીજો ડોઝ અપાયો હોવાનું સર્ટી ઈશ્યુ થયું છે.તો અન્ય એક વૃદ્ધા એ વેક્સીન નો માત્ર એક ડોઝ લીધો હોવા છતાં તેને પણ ફુલ્લી વેક્સીનેટેડ નું સર્ટી ઈશ્યુ કરાયું છે.જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે.

પોરબંદર ના નરસંગ ટેકરી નજીક રાજીવનગર વિસ્તાર માં રહેતા કાંતાબેન પ્રાણલાલ ઘેલાણી નું તા ૨૯-૩-૨૦૨૧ ના રોજ અવસાન થયું હતું.પરંતુ તાજેતર માં તેના પુત્ર ના મોબાઈલમાં કાંતાબેને સુભાષનગર આરોગ્ય કેન્દ્ર માંથી વેક્સીન નો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો.અને સાથે લીંક આપી હતી.જે લીંક પર ક્લિક કરતા કાંતાબેન ફુલ્લી વેક્સીનેટેડ થયા હોવા અંગે નું સર્ટીફીકેટ ઈશ્યુ થયું હતું.આથી તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

આઠ માસ પહેલા અવસાન થયેલ વૃદ્ધા ને આરોગ્ય વિભાગે કઈ રીતે વેક્સીન આપી હશે.તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.તો અન્ય એક બનાવ માં પોરબંદર ના રમાબેન ખોરાવા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા એ પણ વેક્સીન નો પ્રથમ ડોઝ લીધો હતો.તેમ છતાં તાજેતર માં તેના પુત્ર ના મોબાઈલ માં પણ રમાબેને બીજો ડોઝ લઇ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો.આથી તેના પુત્ર એ આ અંગે આરોગ્ય વિભાગ ને પણ જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એક જ પરિવાર ના બે બહેનો એ પણ વેક્સીન નો એક જ ડોઝ લીધો હોવા છતાં તેને ફુલ્લી વેક્સીનેટેડ દર્શાવી દેવાતા સામાજિક કાર્યકરે કૌભાંડ ના આક્ષેપ કર્યા હતા.ત્યાં વધુ બે બનાવ સામે આવતા વેક્સીનેસન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
મોટા ભાગ ના આવા સર્ટી સુભાષનગર આરોગ્ય કેન્દ્ર ના
ગઈ કાલે બે બહેનો ને ઈશ્યુ થયેલ સર્ટી માંથી એક સર્ટી તથા આજે સામે આવેલા બન્ને સર્ટી મળી ત્રણેય સર્ટી એક જ આરોગ્ય કેન્દ્ર સુભાષનગર કેન્દ માંથી જ ઈશ્યુ થયા છે.તથા ત્રણેય ને રસી આપનાર પણ એક જ વ્યક્તિ પ્રિયંકા નું નામ સર્ટી માં લખ્યું છે.ઉપરાંત વેક્સીન ના બેચ નંબર સહિત ની વિગતો સર્ટી માં દર્શાવાઈ છે.ત્યારે આ રસી જે તે વ્યક્તિ ને આપવામાં આવી નથી.ત્યારે તે રસી ક્યાં ગઈ હશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.