પોરબંદર

પોરબંદર શહેરમાં માલિકીના અને રસ્તે રઝળતા પશુઓમાં લમ્પી વાયરસનું પ્રમાણ કાબુમાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં ૪૯ પશુઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે.જયારે સાતના મોત થયા છે.સામાજિક સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઇને ૮૦૦ થી વધુ પશુઓને વેકસીન આપવામાં આવી છે.

પોરબંદરના પશુઓ માં લમ્પી વાયરસ કાબુ માં આવી રહ્યો હોય છે.ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યું છે કે જુન-૨૨ના પ્રથમ સપ્તાહથી જ પોરબંદર જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂબજ ચેપી તેમજ જીવલેણ એવો લમ્પી સ્કીન નામનો રોગચાળો ફેલાયો છે.આ રોગચાળાની સારવાર માટે પોરબંદર જી.આઇ.ડી.સી.માં એક દાતાની ખાનગી જગ્યામાં તા. ૩-૬-૨૨થી આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવેલ છે.જયાં પશુપાલન વિભાગ પોરબંદરના નિષ્ણાંત તબીબો દ્વારા ગૌધનની સારવાર થઇ રહી છે.અને સેવાભાવી દાતાઓના સહકારથી અમારા ટ્રસ્ટ દ્વારા જરૂરી ઘાસચારો,પીવાના પાણી અને પૌષ્ટિક ખાણ નિયમિત આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત પશુપાલન વિભાગ ના તબીબોના માર્ગદર્શન મુજબ લમ્પી સ્કીન રોગચાળા વિરોધી રસીના ચાર હજાર ડોઝ દાતાઓના સહકારથી તેમના ટ્રસ્ટ દ્વારા ખરીદ કરવામાં આવ્યા છે.અને તા. ૧૧-૬ થી ટ્રસ્ટ, ગૌસેવકો તેમજ નિષ્ણાત તબીબો દ્વારા ગૌવંશને આ વેકસીન ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી કરાઈ હતી.જેમાં અત્યાર સુધીમાં કુલ ૮૦૦ જેટલા ગૌવંશને આ ડોઝ આપી દેવામાં આવ્યો છે.ઉદ્યોગનગર ખાતે આવેલ આઈસોલેશન સેન્ટરમાં ૪૯ પશુઓ સારવાર લઇ રહ્યા છે. જયારે ૮ પશુઓના મોત નીપજી ચુકયા છે. વધુ માં જણાવ્યું હતું કે શહેરમાં ક્યાય પણ પશુના શરીર પર બ્લુ કલરની નિશાની હોય તો એ તેને વેકસીનેશન અપાયાનો પુરાવો છે.ફરીથી તેને વેકસીન અપાઈ નહીં તે માટે આવું નિશાન કરવામાં આવે છે.