પોરબંદર

પોરબંદરમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.શહેરમાં સીસીટીવી કેમેરાનું આ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે શહેર પર બાજ નજર રાખવામાં આવી રહી છે.પોરબંદરના નવાકુંભારવાળા વિસ્તારમાં રહેતા રાજેશભાઇ નારણભાઈ વાધેલા નામનો યુવાન ભોગાતથી પોરબંદર વાહન મારફત આવતો હતો.ત્યારે આ યુવાને મોબાઈલ ફોનમાં વાતચીત કરી પોતાના ફોનને વાહનની સીટ પર જ મૂકી દીધો હતો.અને પોરબંદર ઉતરી ગયો હતો. બાદ માં ખબર પડી કે મોબાઈલ ફોન પેસેન્જર વાહનમા જ રહી ગયો છે.જેથી આ યુવાન કીર્તિમંદિર પોલીસ મથકે પહોંચ્યો હતો.અને ત્યાંથી સલાહ મળી હતી કે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે પહોંચી જાવ.જેથી આ યુવાન આ સેન્ટર ખાતે પહોંચ્યો હતો.અહીંના પીએસઆઇ પી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.અને આ યુવાન જે પેસેન્જર વાહનમાં બેઠો હતો તે વાહન ફુટેજમાં મળી આવતા પોલીસે તે વાહનના નંબર ના આધારે ડ્રાઇવરનો સંપર્ક કર્યો હતો.જેથી આ યુવાનનો મોબાઈલ ફોન મળી આવતા પોલીસે યુવાનને તેનો ફોન પરત અપાવ્યો હતો.આમ સીસીટીવી ફુટેજની મદદથી યુવાનનો ફોન પોલીસે શોધી આપ્યો હતો.