પોરબંદર

પોરબંદરમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે. તેથી વહેલી તકે માર્કશીટ મોકલી આપવા જણાવાયું છે.

પોરબંદર લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર દ્વારા જણાવાયું છે કે,શ્રી પોરબંદર લોહાણા મહાજન સંચાલિત શ્રી પોરબંદર લોહાણા મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિના ધો. ૧ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરતા ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ તારીખ ૩૧/૭/૨૦૨૨ ને રવિવારે સાંજે ૫:૦૦ કલાકે રાખેલ છે.જે અંગે વિદ્યાર્થીએ માર્કશીટની નકલ તા. ૫/૭/૨૨ સુધીમાં સુતારવાડામાં કેતન કોટેચા તથા મહાપ્રભુજીની બેઠક સામે આકાશબુક સ્ટોર વાળી શેરીમાં જયેશભાઈ રાડીયાને ફોર્મ ભરીને પહોંચાડવાની રહેશે.

૩૨ વર્ષથી સંસ્થા દ્વારા આ પ્રોજેકટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષ કોરોનાકાળ દરમ્યાન આ પ્રોજેકટ બંધ રાખેલ હતો. તે ફરીથી આ વર્ષથી ચાલુ કરેલ છે.તો ધો. ૧ થી ૧૨ નાં ઉતીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉપરોકત સ્થળે પોતાની માર્કશીટ વહેલીતકે પહોંચાડવાની રહેશે તેવી યાદી સંસ્થાના પ્રમુખ પરીમલભાઈ ઠકરારએ પાઠવેલ છે. ઉપરોકત પ્રોજેકટના પ્રોજેકટ ચેરમેન ભાવેન રાયચુરા તથા કેતન હીંડોચા તથા મિત્રો જહેમત લઇ રહ્યા છે.