પોરબંદર

પોરબંદર માં ક્રેડીટ કો ઓપરેટીવ બેંક માં લોન પેટે જમા કરાવેલ સોનાના દાગીના છોડાવવાના બહાને આવેલ ત્રણ શખ્સો દાગીના લઇ નાસી છુટતા બેંક સંચાલકે જ અન્ય લોકો ની મદદ વડે એક શખ્સ ને દાગીના સાથે ઝડપી લઇ પોલીસ ને હવાલે કર્યો હતો.અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર છાંયા વિસ્તારમાં વાંદરીચોક નજીક આવેલ સુર્યમંદિર સોસાયટીમાં રહેતા અને ખાખ ચોકમાં સમર્પણ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં શિવમ ડીટ કો-ઓપરેટીવ બેંકનું સંચાલન કરતા અને પ્રમુખ તરીકે સેવા આપતા માલદેભાઈ વેજાભાઈ ઓડેદરાના નામના આધેડે નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેઓ સહકારી મંડળીના કાયદા મુજબ સોના ઉપર લોન મંજુર કરે છે.અને તેનું લાયસન્સ ધરાવે છે.ગઈ તા. ૨૦/૧ ના પોરબંદર છાંયા, મારૂતિનગર પાસે રહેતો વિજય  કડછા તેની બેંકમાં આવેલ અને સોનાનો હાર ૧૯૮ ગ્રામનો ગીરવે મુકીને માસિક ૧.૫ ટકા ના વ્યાજે રૂા. સાત લાખ પચાસ હજાર ની અમારી બેંકમાં નિયમોનુસાર લોન કરેલ હતી.જે લોનના રોકડા રૂપિયા તેઓ લઇ ગયેલ હતા.તે બાદ ગઈ તા. ૧૮ /૨ના આ વિજયભાઈ કડછા સોનાની ચેન,પેન્ડલ,હાર,બુટી એમ કુલ-૧૨ નંગ ના ૧૫૨ ગ્રામના સોનાના દાગીના લઇને અમારી બેંકમાં આવેલ અને તે દાગીના અમારી બેંકમાં ગીરવે મુકીને ઉપર જણાવ્યા મુજબ ના વ્યાજે રૂા. પાંચ લાખ એંસી હજારની લોન કરાવેલ હતી.જે લોનના રોકડા રૂપિયા લોન ધારક લઈ ગયેલ હતા.

તે બાદ તા. ૧૧/૪ ના આ વિજયભાઇ કડછા સોનાનું  મંગળસુત્ર ૫૮ ગ્રામનું ગીરવે  મુકીને ઉપરમાં જણાવ્યા મુજબ ના વ્યાજે રૂા.બે લાખ પચ્ચીસ હજારની લોન કરાવેલ હતી,જે લોનના રોકડા રૂપિયા લોન ધારકને આપેલા હતા.

આમ અમારી બેંકમાંથી ત્રણ અલગ-અલગ નંબરની લોનમાં સોનાના દાગીના નંગ-૧૪ ના ૪૦૮ ગ્રામના અમારી બેંકમાં ગીરવી મુકીને કુલ રૂા.પંદર લાખ પંચાવન હજારની લોન કરાવેલ હતી,જે ત્રણ લોન પૈકી એક મહિનાનું એડવાન્સ પેટે વ્યાજ ચુકવેલ હતું.અને બાકીની બંને લોનનું પંદર-પંદર દિવસનું એડવાન્સ પેટે વ્યાજ ચુકવેલ હતું.ગઇ તા. ૨૧/૪ ના ઉપરોકત ત્રણે લોનના ધારક વિજયભાઈ કડછા તથા તેમની સાથે એક છોકરો એમ બંને બપોરના આશરે એકાદ વાગ્યે ના સમયે મારી બેંકે આવી અને વિજયભાઇએ મને વાત કરે કે અમારે દાગીના છોડવવાના છે.અને મારા પૈસા મારા મામા લઇને આવે છે.જેથી તમે લોકર બંધ થાય તે પહેલાં દાગીના લોકરમાંથી કાઢી આવજો.તેમ વાત કરતા હું લીમડા ચોક પાસે આવેલ જે.ડી.સી.સી.બેંકમાંથી વિજયભાઇ કડછાએ અમારી બેંકમાં ત્રણેય લોનમાં ગીરવે મુકેલ સોનાના દાગીના કાઢી લાવેલ.પરંતુ મોડી સાંજ સુધી વિજયભાઇ કડછાના મામા પૈસા લઈને આવેલ ન હોય જેથી વિજયભાઇ આવતી કાલ પૈસા લઈને આવશું તેમ વાત કરીને તે બંને અમારી બેંકમાંથી જતા રહેલા હતા.

તે બાદ બીજા દિવસે એટલે કે તા. ૨૫/૪ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યે વિજયભાઈ તથા તેમની સાથે આવેલ હતો તે જ ભાઇ અમારી બેંકે આવેલ અને વિજયભાઈ એ મને વાત કરેલ કે,મારા મામા આંગડીયા પેઢીમાંથી પૈસા લઈને આવે છે.અમારા દાગીના હાજર છે કે કેમ ? તેમ પુછતા મે કહેલ કે,હા તમારા દાગીના અહીં છે.તેમ વાત કરતા આ બંને જણા અમારી બેંકમાં બેસીને તેમના મામાની રાહ જોતા હતા,પરંતુ સાંજના પાંચ વાગ્યા સુધી તેમના મામા પૈસા લઈને આવેલ નહીં અને આ વિજયભાઈ કડછાએ મને વાત કરેલ કે,આંગડીયું રાણાવાવ આવેલ છે તમે સાત વાગ્યા સુધી બેંકમાં બેસેલ હોય તો હું રાણાવાવથી પૈસા લઇને આવું.તેમ વાત કરતા મેં કહેલ કે તમે દાગીના છોડાવવા માટે આવવાના હોય તો હું તમારી રાહ જોઉં છું.તેમ વાત કરીને તે બંને જતા રહેલ.

વિજયભાઈ સાંજના સાત વાગ્યા સુધી દાગીના છોડવવા આવેલ નથી.જેથી હું બેંક બંધ કરીને જતો રહેલ હતો ગઈકાલે તા ૨૩ ના બપોરેના દોઢ વાગ્યે બેંક બંધ કરીને જમવા માટે ઘરે ગયેલ હતો.આ દરમ્યાન આશરે બપોરના ત્રણેક  વાગ્યેના સમયે આ વિજયભાઇનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે,પૈસા આવી ગયેલ છે તમે દાગીના લઇને બેન્કે  આવી જાવ તેમ વાત કરતા હું બેંકે ગયેલ  તો વિજયભાઇ તથા તેમની સાથે આવેલ છોકરો તે બંને જણા મારી બેંકની પાસે ઉભેલ હતા,તે પછી મેં મારી બેંક ખોલીને હું, વિજયભાઈ કડછા તથા તેમની સાથે આવેલ છોકરો એમ અમો ત્રણેય  મારી બેંકમાં બેસેલ હતા.

આ દરમ્યાન વિજયભાઈના મામા પણ બેંકમાં આવી ગયેલ અને મે વિજયભાઇને પુછેલ કે તમારા પૈસા આવી ગયેલ છે તો આ વિજયભાઇ એ મને કહેલ કે. હા પૈસા આવી ગયેલ છે તેમ વાત કરતા વિજયભાઇ ના મામાએ મને કહેલ કે, મારી પાસે નવ લાખ ચાલીસ હજાર છે.તેમ વાત કરતા મેં વિજયભાઇ ને પહેલ કે બાકીના પૈસા ક્યાં છે.? તો વિજયભાઈ એ મને કહેલ કે જેટલા પૈસા છે તેટલા ના દાગીના મને આપી દો અને બાકીના દાગીના તમે પાછા જમા કરી લ્યો અને મને મારા ઘરેણા બતાવો માટે જરૂરીયાત મુજબના દાગીના છોડાવી લઉં અને બાકીના દાગીના તમે પાછા જમા કરી લ્યો.

તેમ કહેતા મે વિજયભાઇને તેમના ગીરવે મુકેલ દાગીના મારા ઘરે પડેલ હોય જેથી મારા દિકરા નિરજને ફોન કરીને દાગીના મંગાવેલ.અને થોડીવારમાં મારી દીકરો નીરજ અને મારો ભત્રીજો વિરાજ એમ બંને મારા ઘરેથી દાગીના લઇને આવેલ અને મેં વિજયભાઇ ને દાગીના આપેલ હતા.આ દરમ્યાન વિજયભાઇના મામાએ મને પુછેલ કે ટોયલેટ ક્યાં છે ? મારે પેશાબ કરવા જવું છે તેમ કહેતા મે વિજયભાઇના મામાને કહેલ કે મેઇન રોડ છે.ક્રોસ કરતા જાહેર મુતરડી છે.તેમ વાત કરતા વિજયભાઇના મામા પેશાબ કરવા માટે ગયેલ હતા,તે બાદ વિજયભાઇએ ગીરવીં મુકેલ સોનાના દાગીના પોતાની જરૂરીયાત મુજબ ના અલગ કરતો હતો.આ દ મ્યાન આશરે સાડા ચારેક વાગ્યા સમયે અચાનક વિજય ભાઇ બધા જ સોનાના દાગીના લઈ દોડીને બેંકની બહાર નીકળી જતા તરત જ હું, મારો દિકરો નિરજ અને મારો ભત્રીજો વિરાજ એમ ત્રણેય આ વિજયભાઇ તથા તેમની સાથે આવેલ છોકરા પાછળ ચોર ચોરની બુમો પાડીને દોડેલ.

અને મારો દિકરો નિરજએ અમારા સમર્પણ એપાર્ટમેન્ટથી થોડે આગળ આ વિજયભાઈને સોનાના દાગીના સાથે પકડી લીધેલ અને અમોએ અમારા સોનાના દાગીના તે ભાઇ પાસેથી લઇ લીધેલ.અને ૧૦૦ નંબરમાં ફોન કરીને પોલીસને બોલાવી લીધેલ અને પોલીસ આવી જતા તે ભાઇને લઇને કમલાબાગ પોલીસ સ્ટેશનએ લઇ આવેલ હતા.

તેઓ તેમની બેંક બંધ કરીને પોલીસ સ્ટેશને  ફરિયાદ લખાવવા માટે ગયા હતા.જેમાં તેમણે વિજયભાઇ કડછા રહે. છાયા, મારૂતિનગર તથા તેમની સાથે આવેલ છોકરા તથા વિજયભાઈના મામા એમ ત્રણેયએ વિજયભાઇ કડછાએ અલગ-અલગ ત્રણ લોન પેટે જમા કરાવેલ સોનાના દાગીના નંગ-૧૪ વજન ૪૦૮ ગ્રામ ની હાલ આશરે કિંમત રૂા. સોળ લાખ પચાસ હજારના દાગીના વિજયભાઇ લઇને નાસી જતા વિજયભાઇને બેંકના સમર્પણ એપાર્ટમેન્ટથી થોડે આગળ પકડી પાડેલ હોય, જેની સામે પૂર્વ આયોજીત ગુન્હાની કાવતરૂ રચીને ગુન્હાને અંજામ આપ્યાની ફરીયાદ દાખલ કરાવી છે. આગળની તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.