પોરબંદર

પોરબંદરમાં શનિવારે ભકતરાજ શ્રીલાલાબાપાની ૮૧મી પુણ્યતિથિ ઉજવાશે.

પૂજય સંત ભકતરાજ શ્રીલાલાબાપાનો ૮૧મો પુણ્યતિથી મહોત્સવ પોરબંદરના આંગણે સંવત ૨૦૭૮ના ચૈત્ર વદ સાતમને શનિવાર તા. ૨૩-૪-૨૨ના રોજ દિવ્યતાથી પોરબંદરના આંગણે ઉજવાશે.પોરબંદરના સ્વ. ગીતાબેન નટરવલાલ પરમારની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે તેમના પરિવારના નટવરલાલ પોપટભાઇ પરમાર,નિવૃત્ત સેલટેકસ ઓફિસર પરિવાર તરફથી પૂ.સંત લાલાબાપાની ૮૧મી પુણ્યતિથી તા. ૨૩-૪-૨૨ને શનિવાર સાંજે ૭ કલાકે મોચીસમાજની વાડી, ૨ ખોજાખાના પોરબંદર ખાતે મોચી સમાજ સમસ્તનો જ્ઞાતિ જમણવાર,મહાપ્રસાદ રાખેલ છે.

તા. ૨૩-૪-૨૨ને શનિવારે વહેલી સવારે ૭ કલાકે ત્રણ એ.ટી.એમ. મેરેજ – આદર્શ લગ્ન રાખવામાં આવેલ છે.જેમાં ત્રણ દીકરીઓના લગ્ન થશે. જેમાં વરપક્ષ કે કન્યા પક્ષ પાસેથી એકપણ રૂપિયો લીધા વગર મોચી સમાજ સમુહ લગ્ન સમિતિ -પોરબંદર શાસ્ત્રોકત વિધિથી દીકરીઓને કરીયાવરની તમામ વસ્તુઓ દાતાઓના સહકારથી આપવામાં આવે છે.ચા, પાણી,નાસ્તો,ઠંડા પીણા,આઇસ્ક્રીમ આપવામાં આવે છે. પરંતુ જમણવાર પ્રથા બંધ રાખવામાં આવે છે.અત્યાર સુધીમાં ૧૯૨ દીકરીઓના લગ્ન મોચી સમાજ સમુહ લગ્ન સમિતિ – પોરબંદર તરફથી કરી આપેલ છે અને તા. ૨૩-૪-૨૨ના રોજ ત્રણ દીકરીઓનાં લગ્ન રાખવામાં આવેલ છે.

આ સમગ્ર કાર્યક્રમ દાતાઓના સહકારથી પોરબંદર મોચી સમાજ અને કાર્યકરોના સહકારથી સંપન્ન થાય છે.મોચી સમાજ સમુહ લગ્ન સમિતિ પોરબંદરના પ્રમુખ અને અધ્યક્ષ મહેશભાઇ ઓ. ઝાલા, મુખ્ય વહિવટકર્તા મોહનભાઇ ટી.જેઠવા, સહવહીવટકર્તા જગદીશભાઇ કે. વાઢેર, ટ્રસ્ટી દિલીપભાઇ એચ. જેઠવા, ટ્રસ્ટી લિનેષ મગનભાઇ વાઢેર સહિતની ટીમ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે.