પોરબંદર

પોરબંદર પંથક માં અવારનવાર અજગર સહિતના સરીસૃપ મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના માં રિણાવાડા અને શ્રીનગર ગામની સીમમાં આવેલી ગોકળભાઈ ભીમજીભાઈની વાડી માં આશરે 10 થી 11 ફૂટ લાંબો અજગર નીકળી આવ્યો હતો.આ મહાકાય અજગર જોઈ સ્થાનિકો માં ભય જોવા મળતો હતો.અને તેમણે રેસ્ક્યુઅર પ્રફુલભાઈ બામાણિયાને જાણ કરતા તેઓ ઉપરાંત ડૉક્ટર નીતિન પોપટ અને રવજીભાઈ વાળા તરત જ ત્યાં પહોંચી આ અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.અને ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક દીપક પંડ્યા ને જાણ કરી પક્ષી અભ્યારણ ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.