પોરબંદર

રાષ્ટ્રીય ટી -10 વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ગ્વાલિયર ખાતે કરાયું છે જેમાં ભાગ લેવા પોરબંદર ના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંટી ના નેતૃત્વ માં ગુજરાત ની ટીમ રવાના થઇ છે

નેશનલ ટી-૧૦ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ગ્વાલિયર ખાતે કરાયું છે જેમાં ભાગ લેવા માટે પોરબંદર ના ભીમા ખુંટી ની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ની ટીમ રવાના થઇ છે આજે ૨૭ થી ૩૧ મે સુધી ગ્વાલીયરના રૂપસીંગ મે સ્ટેડીયમ ખાતે સ્વ. માધવરાય સંધ્યા સ્મૃતિ વ્હીલચેર ક્રિકેટ ટી-૧૦ ચેમ્પીયનશીપ નું આયોજન કરાયું છે જે ટૂર્નામેન્ટમાં ૮ રાજ્યોની ટીમ ભાગ લઇ રહી છે. ગ્રુપ-એમાં મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને છત્તીસગઢ તથા ગ્રુપ-બીમાં પંજાબ, કર્ણાટક, મુંબઇ અને હરીયાણા આમને સામને ટકરાશે.
ગુજરાતના કેપ્ટને ભીમા ખૂંટી એ જણાવ્યું હતું કે બન્ને ગ્રુપ માંથી બબ્બે ટીમો સેમીફાઇનલ માટે કવોલીફાય થશે અને ૩૦ તારીખે સેમીફાઇનલ તેમજ ૩૧ તારીખે ફાઇનલ મેચ રમાશે. આ વખતે ૪ જેટલા નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. એટલે ટીમ નવા જોશ ખાતે મેદાનમાં ઉતરશે. ગુજરાતની ટીમ માં કેપ્ટન ભીમાખૂંટી, વાઇસ કેપ્ટન મનહર સંગાડા, સંજય બારીયા, કલ્પેશ મકવાણા, નીલેષ સોલંકી, ચન્દ્રેસિંગ વસાવા, અભેસિંગ રાવળ, સંજયભાઇ મકવાણા, પ્રકાશ દામ્ભલીયા, પારસ કૂબાવત, રોશન નેપાળી, અક્ષય શર્મા, પ્રતાપ ચોવટીયા, વિપુલ મકવાણા અને કોચ ચીરાગ મક્વાણા વગેરે જોડાયા છે.