પોરબંદર

ઉનાળા ની શરુઆત થઇ છે ત્યારે પોરબંદર જીલ્લા ના પીવાના પાણી માટે ના મુખ્ય બન્ને ડેમો માં ઓક્ટોબર સુધી ચાલે તેટલું પાણી છે.આથી પાલિકા દ્વારા યોગ્ય રીતે વિતરણ કરવામાં આવશે તો ભર ઉનાળે શહેરીજનો ને પીવાના પાણી ની સમસ્યા નહી સર્જાય તેવું જાણવા મળે છે.

પોરબંદર જીલ્લ માં ગત વર્ષે ચોમાસાની શરુઆત માં વરસાદ ખેંચાયો હતો.ત્યાર બાદ ભાદરવામાં મેઘમહેર થતા પોરબંદર શહેર માં ૮૫૩ મીમી,રાણાવાવ માં ૮૮૫ મીમી અને કુતિયાણા માં ૧૦૫૨ મીમી વરસાદ વરસ્યો હતો.જેના કારણે પોરબંદર ના જળાશયો પાણી થી છલોછલ થઇ ગયા હતા.

પોરબંદર અને છાયા ઉપરાંત રાણાવાવ શહેર માં પીવાનું પાણી ફોદાળા ડેમ અને ખંભાળા ડેમ માંથી મળે છે.જેમાં ખંભાળા ડેમ 1920મા અને ફોદાળા ડેમ 1970મા બન્યો હતો.આ બન્ને ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફિલ્ટર થઈને પોરબંદર,છાયા તથા રાણાવાવમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.હાલ ઉનાળો શરુ થયો છે જેથી ભર ઉનાળે પીવાના પાણી ની મોકાણ સર્જાય તેવી ભીતિ શહેરીજનોને સતાવી રહી છે.પરંતુ પાણી પુરવઠા બોર્ડ ના ઇન્ચાર્જ એક્ઝેક્યુટીવ એન્જીનીયર વી પી ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંભાળા ડેમ ની કુલ કેપેસીટી ૫૪૧.૬૪ એમસીએફટી છે.જેમાં હાલ ૩૪૬.૪૩ એમસીએફટી પાણી નો જથ્થો છે.જયારે ફોદાળા ડેમ ની કુલ કેપેસીટી ૭૬૮ .૮૮ એમસીએફટી છે.જેમાં હાલ ૫૫૬.૮૨ એમસીએફટી પાણી છે.આમ બન્ને ડેમો હાલ પોણા થી વધુ ભરેલ છે.

બન્ને ડેમો ઉપરાંત નર્મદા ની પાઈપલાઈન માંથી પણ જીલ્લા ને હાલ દૈનિક ૧૦ થી વધુ એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે.જેથી ઉનાળા માં પીવાના પાણી ની કોઈ સમસ્યા સર્જાશે નહી.જો કે પાણી વિતરણ ની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે છે.જેમાં અનેક વિસ્તારો માં અપુરતું પાણી વિતરણ ની ફરિયાદો ઉઠી છે.ત્યારે પાલિકા દ્વારા યોગ્ય રીતે પીવાના પાણી નું વિતરણ કરવામાં આવશે.તો શહેર માં ભર ઉનાળે પીવાના પાણી ની કોઈ સમસ્યા નો સામનો શહેરીજનો ને કરવો પડશે નહી.