પોરબંદર

ત્સુનામી કે કુદરતી આફત સમયે ગ્રામીણ વિસ્તારમાં લોકોને કઇ રીતે એલર્ટ કરવા, સુરક્ષીત સ્થળે ખસેડવા, કંટ્રોલરૂમ, મેડીકલ, ડીઝાસ્ટરની મદદ કઇ રીતે તુરંત લેવી તથા વિવિધ વિભાગોનું સંકલન તુરંત થઇ શકે તે માટે સરપંચને તલાટી કમ મંત્રીની  ભુમિકા અંગે પોરબંદર જિલ્લાના જાવર ગામે ત્સુનામી મોક ડ્રિલ યોજાઇ હતી.

આપત્તિના સમયે ગ્રામજનોનો બચાવ કરવા જરૂર જણાયે NDRFની ટીમ બોલાવવી,ઓછોમાં ઓછા નુકશાને વધુ રાહત કઇ રીતે મળે તે માટે તુરંતના ઝડપી પગલા લેવા માટે યોજાયેલ મોકડ્રીલમાં ઝાવર ગામના સરપંચ ભીખુભાઇ વાજા, ગ્રામજનો તથા ડીઝાસ્ટરની ટીમ, NDRF બટાલીયન, પોલીસ, ૧૦૮ની ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, PGVCL, તલાટી કમમંત્રી જલ્પાબા ગાંગણ, ઇમરજન્સી સેવાને લગતા વિભાગોની ટીમ સ્થળ પર પહોંચી હતી. તથા આપતિના સમયે લોકોને બચાવવા તે અંગેની કામગરીની જાણકારી પણ આપી હતી.