ફાઈલ તસ્વીર

પોરબંદર

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ઓખા ની વધુ બે બોટ સાથે ૧૨ માછીમારો ના અપહરણ કરાયા છે.અપહરણ ને પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે.ત્યારે મંગળવારે સવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમાં માં ઘુસણખોરી કરી માછીમારી કરી રહેલ ઓખા ની બે બોટ તથા તેમાં સવાર 12 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે.માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારી એ જણાવ્યું છે કે બોટ અને માછીમારોના નામ હજુ સુધી જાણી શકાયા નથી.

વારંવાર બોટો ના અપહરણ ના કારણે મત્સ્યોદ્યોગ ની કમર તૂટી ગઈ છે.એક તરફ દરિયાઈ પ્રદુષણ માં વધારો થતા નજીક માં માછલી નો જથ્થો મળતો ન હોવાથી માછીમારો ને દુર સુધી ફિશિંગ કરવા જવું પડે છે.જેથી ટ્રીપ નો સમયગાળો અને ખર્ચ પણ વધ્યો છે.તો બીજી તરફ વાંરવાર બોટો ના અપહરણ ના બનાવ બને છે.પાક દ્વારા અપહરણ કરાયેલ અબજો રૂપિયા ની કીમત ની ૧૨૦૦ થી વધુ બોટો તથા ૬૦૦ થી વધુ માછીમારો પાક ના કબ્જા માં છે.આથી સરકારે બોટો અને માછીમારો ની મુક્તિ માટે પ્રયાસો કરવા જોઈએ તેવું પણ મનીષભાઈ એ જણાવ્યું હતું.

દસ દિવસ માં દોઢ કરોડ ની કીમત ની ૪ બોટ અને ૩૫ માછીમારો ના અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો દસ દિવસ માં ચોથો બનાવ છે.જેમાં અગાઉ ૨૯ જાન્યુઆરી એ ઓખાની તુલસીમૈયા બોટ અને 7 માછીમાર ત્યાર બાદ નવસારીની સત્યવતી બોટ અને 3 માછીમાર, બે દિવસ પહેલા મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર 13 માછીમાર તેમજ આજે મંગળવારે 2 બોટ અને 12 માછીમારના અપહરણ કરવામાં આવ્યા છે.