પોરબંદર

પોરબંદરની જલપરી બોટ પર પાક મરીન દ્વારા જળસીમા માં ઘુસી અંધાધૂંધ ફાયરીંગ થયું હતું.જે બોટ મુદામાલ તરીકે કબજે થઇ હતી.જેનો કબજો તેના માલિક ને સોપવા કોર્ટે હુકમ કર્યો છે.

ગત તા ૬.૧૧.૨૦૨૧ નાં રોજ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમમાં ઘૂસીને જલપરી નામની બોટ પર ફાયરિંગ કર્યું હતું.જે બનાવ માં ખલાસી નું મૃત્યુ થયું હતું.જયારે ટંડેલ ઈજાગ્રસ્ત થયો હતો.અને જીવ ના જોખમે બોટને સુરક્ષિત લાવ્યા હતા.જે બનાવ માં મરીન પોલીસ દ્વારા તપાસ કરતા બોટ નાં ટંડેલ દ્વારા આ બોટ અગાઉ ભારતીય જળસીમા ઓળંગી નો ફિશીંગ ઝોનમાં દાખલ થઇ હોવાનું બોટ ના જીપીએસના લેબ ટેસ્ટમાં સામે આવ્યું હતું.આથી તા. ૨૨ – ૧ -૨૦૨૨ નાં રોજ મરીન પોલીસ દ્વારા જલપરી નોટના ટંડેલ નટુ સોલંકી ની અટકાયત કરી બોટનો મુદ્દામાલ તરીકે કબ્જો લીધો હતો.

જે બોટ છોડવા અંગે બોટ માલિક નાનજીભાઈ સોમાભાઈ રાઠોડે દ્વારા ચીફ કોર્ટ માં મુદામાલ છોડવા અરજી કરી હતી.જેમાં જણાવ્યું હતું કે બોટ એ તેની આવકનું એક માત્ર સાધન છે.અને બોટ ઘણા સમય થી બંધ હોવાથી તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મુદ્દામાલ છોડાવવા રજૂઆત કરી હતી.જે માન્ય રાખીને ચીફ કોર્ટ દ્વારા શરતોને આધીન જલપરી બોટને તેના મૂળમાલિકને ફરીથી સોપવાનો ઓર્ડર કર્યો છે.આ કેસમાં વકીલ તરીકે કેયુર બી જોશી રોકાયેલ હતા.