પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ અપહરણ કરેલા અને ત્રણ વરસ થી વધુ સમય થી પાકિસ્તાની ની જેલ માં કેદ હોય તેવા ૨૦ માછીમારોને આજે તા ૧૨ ના રોજ પાક ની જેલ માંથી મુક્ત કરાશે.જેનો કબજો તા ૧૪ ના રોજ વાઘા બોર્ડર પર સોપવામાં આવશે.ત્યારે હજુ બાકી રહેતા ૫૮૦ માછીમારો અને ૧૨૦૦ થી વધુ બોટો ને મુક્ત કરવા પોરબંદર ના માછીમાર અગ્રણી એ માંગ કરી છે.

પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી ને અવારનવાર ગુજરાત ની બોટો અને માછીમારો નું અપહરણ કરવામાં આવે છે.અપહરણ કરાયેલ બોટો પાકિસ્તાન ના વિવિધ બંદરો એ સડી રહી છે.જયારે માછીમારો ને ત્યાની જેલ માં કેદ કરવામાં આવે છે.ત્યારે અત્યાર સુધી માં પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ અબજો રૂપિયા ની કીમત ની ૧૨૦૦ થી વધુ બોટો તથા ૬૦૦ થી વધુ માછીમારો પાકિસ્તાન ના કબ્જા માં છે.દરમિયાન આજે પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા પોરબંદર ના માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું કે ત્રણ વરસ થી વધુ સમય થી પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ હોય તેવા 20 માછીમારો ને આજે તા ૧૨ ના રોજ મુક્ત કરવામાં આવશે.અને આ માછીમારો 14મી નવેમ્બરના રોજ વાધા બોર્ડર ઉપર પહોંચશે.જ્યાં તેનો કબજો ભારત સરકાર ને આપવામાં આવશે બાધા બોર્ડર ઉપરથી આ માછીમારો ટ્રેન મારફતે તેમના વતન પહોંચશે.20 માછીમારોની મુક્તિની જાણ થતા માછીમારો માં ખુશી જોવા મળે છે.

જીવનભાઈ એ માંગ કરી છે કે હજુ બીજા ૫૮૦ માછીમારો પાક ની જેલ માં બંધ છે.જેમાં અનેક માછીમારો ની સજા ઘણા સમય થી પૂરી થઇ ગઈ છે.આથી આ તમામ માછીમારો ને પણ મુક્ત કરવા જોઈએ.તેમજ તેઓની રોજીરોટી અને આવક ના સાધન સમાન ફિશિંગ બોટો ને પણ મુક્ત કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે.ભારતીય જળ સીમામાં પ્રવેશીને પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો અવાર-નવાર માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા માછીમારો ઉપર કરાયેલા ગોળીબારમાં એક ખલાસી નું મોત થયું હતું. જ્યારે એક માછીમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.જે અંગે પાક મરીન ના દસ જવાનો સામે પોરબંદર ના નવી બંદર પોલીસ મથક માં પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી.તે પહેલા પાકિસ્તાન મરીને પોરબંદરની એક બોટ અને છ માછીમારોનું અપહરણ પણ કરી લીધું હતું.આમ પાક ની બેવડી નીતિ સામે આવી છે.
પાક જેલ માંથી મુક્ત થનાર માછીમારો ના નામ
પાક જેલ માંથી મુક્ત થનાર માછીમારો ના નામ જાહેર થયા છે જેમાં રણવીર મેગા,બાબુ કરસન ,ભૂપત ભગવાન,નારણ પરબત,ભાવેશ સારાભાઇ ,અર્જુન બાબુ,રૂખડ અર્જુન,દાના ભૂપત ,રાણશી બચું,પોલા સધુર ,મેપા આમાભાઈ ,બીસો નાગાભાઈ ,પરમાર હરેશકુમાર માયાભાઈ,પરેશભાઈ ગોવિંદભાઈ,રવીન્દ્ર ગોવિંદભાઈ,મકવાણા ભાવેશ માંડણભાઈ, તાબાભાઈ લુંભાભાઈ વજુ લખમણ,જુસબ મુસા,અને હિમ્મત બાલુ બાબુ નો સમાવેશ થાય છે