પોરબંદર

પાક જેલ માં ચાર વરસ થી કેદ ગુજરાત ના ૨૦ માછીમારો મુક્ત થતા આજે સોમવારે તેનો કબજો વાઘા બોર્ડર ખાતે થી ભારત સરકાર દ્વારા લેવામાં આવશે.ત્યાર બાદ તમામ ખલાસીઓ ને ટ્રેન મારફત વતન મોકલવા કાર્યવાહી હાથ ધરવા માં આવશે.

પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી ને અવારનવાર ગુજરાત ની બોટો અને માછીમારો નું અપહરણ કરવામાં આવે છે.અપહરણ કરાયેલ બોટો પાકિસ્તાન ના વિવિધ બંદરો એ સડી રહી છે.જયારે માછીમારો ને ત્યાની જેલ માં કેદ કરવામાં આવે છે.ત્યારે અત્યાર સુધી માં પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ અબજો રૂપિયા ની કીમત ની ૧૨૦૦ થી વધુ બોટો તથા ૬૦૦ થી વધુ માછીમારો પાકિસ્તાન ના કબ્જા માં છે.

દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.આ અંગે માહિતી આપતા માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું કે ત્રણ થી ચાર વરસ થી પાકિસ્તાનના કરાચી ની લાંધી જેલમાં બંધ હોય તેવા 20 માછીમારો ને પાક સરકાર દ્વારા મુક્ત કરાયા છે.જેનો કબજો વાઘા બોર્ડર ખાતે આજે સોમવારે ફિશરીઝ વિભાગ ના અધિકારીઓ દ્વારા લેવામાં આવશે.ત્યાર બાદ ટ્રેન મારફત તમામ ને વતન મોકલવા કાર્યવાહી કરવામાં આવશે.

પાક જેલ માંથી મુક્ત થનાર માછીમારોમાં પોરબંદર નો માવજી વીંજા મસાણી કે જેનું સીમરન નામની બોટ સાથે ૩-૪ ૨૦૧૭ રોજ પાક મરીને અપહરણ કર્યું હતું.તે ઉપરાંત નવા બંદર ના બામણીયા બાબુ કરશન કે જેનું નિઝામુદ્દીન બોટ સાથે તા ૨૫-૩-૨૦૧૭ ના રોજ અપહરણ થયું હતું,એ સિવાય ઉના ના પાલડીગામ ના રૂખડ અરજણ ચૌહાણ,કાના ભૂપત સરવૈયા,બચુ નાગા ચૌહાણ,રાણશી બચુ ચૌહાણ,પોલા શાર્દુલ સોલંકી,ગીર ગઢડા ના બોડીદર ના વજુ લખમણ જેઠવા,જુસેફ મુસા ભેસલીયા ,હિમ્મત બાલુ પરમાર,કોબ ગામના ભૂપત ભગવાન પામક ,અરજણ બાબુ પામક,હરમડિયા નો ભાવેશ સુરાભાઇ ખસિયા,કોડીનાર ના છાચર નો મેપા,હેમા પરમાર,ઉના ના નાથલ ગામનો નારણ પરબત પરમાર ,કોડીનાર ના જન્ત્રાખડી ગામના હરેશ માયા પરમાર,પરેશ ગોવિંદ વાઢેલ,રવીન્દ્ર ગોવિંદ વાઢેલ ,માલગાવ નો ભાવેશ માંડણ મકવાણા નો સમાવેશ થાય છે.માછીમારો ની મુક્તિ થતા તેમના પરિવારજનો માં ખુશી નું મોજું ફરી વળ્યું છે. અને દેવદિવાળી પર્વે દિવાળી જેવો માહોલ રચાયો છે.