પોરબંદર

પાકિસ્તાન ની જેલ માં રહેલા ૨૦ ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.જેનો કબજો આજે તા ૨૦ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં આવશે.મુક્ત થનાર માછીમારો માં થી મોટા ભાગ ના માછીમાર ગુજરાત ના છે.

પાકિસ્તાન મરીન સિક્યુરીટી અવારનવાર ભારતીય જળસીમા માં ઘુસી ભારતીય બોટો અને માછીમારો નું અપહરણ કરી જાય છે.માછીમારો ને ત્યાં બે થી ચાર વર્ષ જેલ માં રાખ્યા બાદ મુક્ત કરવામાં આવે છે.ત્યારે તા ૧૯ જુન ના રોજ પાકિસ્તાન ની વિવિધ જેલ માં બંધ ૨૦ ભારતીય માછીમારો ને મુક્ત કરાયા છે.આ અંગે માછીમાર અગ્રણી જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું કે કરાચી ના લાંધી વિસ્તાર માં આવે મલીર જેલ માંથી ૨૦ માછીમારો ને મુક્ત થયા છે.

જેનો કબજો આજે તા ૨૦ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં આવશે.ત્યાર બાદ તેઓને વતન પરત લાવવામાં આવશે મુક્ત થનાર માછીમારો માંથી મોટા ભાગ ના ગુજરાત ના હોવાનું જાણવા મળે છે.અને તમામનું ભારતીય જળસીમા માંથી અપહરણ થયા બાદ છેલ્લા ચાર થી પાંચ વર્ષ થી પાક જેલ માં સજા કાપી રહ્યા હોવાનું જાણવા મળે છે.અગાઉ ગત ૨૪ જાન્યુઆરી એ પણ પાક જેલ માં થી રાજ્યના ૨૦ માછીમારો ને મુક્તિ મળી હતી.હજુ પણ ૫૦૦ થી વધુ માછીમારો પાકિસ્તાન ની જેલ માં કેદ છે.ત્યારે તેઓને પણ વહેલીતકે મુક્ત કરાવવા સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાય તેવી માંગ પણ જીવનભાઈ એ કરી છે.