પોરબંદર

નૈરોબીથી દસ દિવસ પૂર્વે પોરબંદર આવેલ વૃદ્ધનો ખાનગી લેબ માં કોરોના રિપોર્ટ આવતા તેને સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા છે.જ્યાં તેઓનું સેમ્પલ લેવાયું છે.જેનો રીપોર્ટ પોઝીટીવ આવશે તો તેને શંકાસ્પદ ઓમીક્રોન ગણી તેનું સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવશે.

પોરબંદર ના ભદ્રકાળી રોડ પર રહેતા 65 વર્ષીય વૃદ્ધ દસ દિવસ પહેલા નૈરોબી થી આવ્યા હતા.ગત 6 ડિસેમ્બરના રોજ તેઓ નૈરોબીથી ફ્લાઈટ મારફત મુંબઇ પહોંચ્યા હતા.અને ત્યાંથી ફ્લાઇટ મારફત તેઓ રાજકોટ પહોંચ્યા હતા.ત્યાર બાદ તા 8 ના રોજ તેઓ રાજકોટથી કાર મારફત તેઓ પોરબંદર આવ્યા હતા.અને આઠ દિવસ થી તેઓ હોમ ક્વોરન્ટાઈન હતા.અને ગઈકાલે તેઓએ ખાનગી લેબ માં કોરોના ટેસ્ટ કરાવતા આવતા તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.આથી તેઓને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.સિવિલ હોસ્પિટલ ના આર.એમ.ઓ. ડો વિપુલભાઈ મોઢા એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેનો રિપોર્ટ આજે શુક્રવારે આવશે.જો આ રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે પુના ખાતેની લેબમાં મોકલવામાં આવશે.હાલ આ વૃદ્ધને હોસ્પિટલ ખાતે એક અલગ વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.