પોરબંદર

ખીદમત – એ – ખલ્ક ગૃપ પોરબંદર દ્વારા સતત બીજી વખત પોરબંદરમાં સમુહ શાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કુલ ખાતે દુલ્હાની નિકાહ યોજવામાં આવી હતી.આ કાર્યકમમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ અનુસંધાને સમાજ માં જગુરતા ફેલાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.દુલ્હા – દુલ્હન સહિત મહેમાનોને અને ઉપસ્થિતોને વનવિભાગના સહયોગથી રોપા વિતરણ કરી વૃક્ષો વાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.તેમજ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૈયદ જલાલબાપુ સાહબ (પોરબંદર) પેશ ઇમામ હલીમાં મસ્જિદ હઝરત અલ્લામા – વ – મૌલાના મુફતી અશરફરઝા સાહબ બુરહાની ( રતનપુર ખેડા ) અને પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત અલ્લામા ગુલઝાર અહમદ સાહબ નૂરી ( સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નુરીચ્ચાહ, જુનાગઢ ), મોલાના હાજી યુસુફ સાહબ હશ્મતી મોલાના મેઅરાજઅલી ( દાદાબાપુ ) ( માધવપુર ), હાફિઝ અબ્દુલગફાર સાહેબ, બડી મસ્જિદ અમદાવાદ, હાફિઝ કારી મોઅઝમ સાહેબ, તેમજ સાદાતે કીરામ અને ઓલમા – એ – કીરામ તેમજ સુન્ની મુસ્લીમ જમાતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર નૈમિષ રમેશભાઇ ધડુક,પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ તથા પંચ પટેલઓ,ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશ ભાઈ કારીયા,શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી,ડબલ્યુ એમ.ઓ,જુનાગઢના સીટી ચેરમેન મહેબુબભાઈ વિધા,કલેકટર ઓફીસના ટેકનીકલ ડાયરેકટર ઈબ્રાહીમ બાદી,રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રોટેકશન રેન્જ પોરબંદરના અરૂણકુમાર બી. સરવૈયા,શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ કારીયા,અશ્વિનભાઈ મોતીવરસ,કિરીટભાઈ સવજાણી,જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર,સિપાઈ જમાતના પ્રમુખ ફેઝલખાન પઠાણ,પૂર્વપ્રમુખ ફારૂકખાન શેરવાની,સંઘી મોટી તથા નાની જમાત ના પ્રમુખો, યુ. એન્ડ યુ. ના હાજી યાસીન અયબાણી,મહેબૂબખાન બેલીમ,તેમજ પોરબંદરની મુસ્લિમ જમાત ના પ્રમુખો ખાસ ઉપસ્થિત રહી નવદમ્પતીઓ ને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.જનાબ ઇકબાલ બાપુ તિરમીજી સાહેબ ખાસ દુઆઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમનું સુંદર સંચાલન અલ્તાફ ડી. કુરેશી (જૂનાગઢ) અને મુહમ્મદજુનેદ કુરેશી (પોરબંદર) એ કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ખીદમત એ ખલ્ક ગ્રુપ વતી ફારૂકભાઈ સુર્યા અને પ્રોજેકટ ચેરમેન સરફરાઝભાઈ મુંડા ના માર્ગદર્શન હેઠળ ઓસમાનભાઈ મતવા, રશીદભાઇ નોવહી, ઇસ્માઇલ મુલતાની, કાદરભાઈ શેઠા, યુસુફભાઈ જુનેજા, મહમદભાઈ પઠાણ, આસિફ ચાવડા, ઈર્શાદભાઈ સીદીકી વગેરે એ જહેમત ઉઠાવી હતી.
લેડીઝ કાર્યક્રમ
દુલહનો માટે આમીન કાર્યક્રમ વી.જે. મદરેસા ગર્લ્સ સ્કુલ ખાતે યોજાયો હતો જેમાં 25 દુલહનો એ નિકાહ પડી હતી. સાહિનબેન સૂર્યા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
સમૂહ શાદી માં પર્યાવરણ બચાવો થીમ ને આગેવાનોએ બિરદાવ્યો
આ સમૂહ શાદી ના કાર્યક્રમ માં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત કંકોત્રી સહિત રોપા વિતરણ, વૃક્ષારોપણ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા. જેને ઉપસ્થિત આગેવાનો એ આવકારી ફારૂકભાઈ સૂર્યા ના પ્રયાસ ને બિરદાવ્યો હતો. આ કર્યક્રમમાં વન વિભાગનો સહયોગ મળ્યો હતો, અને વનવિભાગ ના અરુણ કુમાર સરવૈયા એ પ્રાસંગીક ઉદબોધન કરી પર્યાવરણ બચાવવા અંગે વિગતવાર સમજ આપી સંસ્થા ના આ આયોજન ને બિરદાવ્યું હતું.

શનિવારે મિલાદ-તકરીર નો કાર્યક્રમ યોજાયો

શનિવારે રાત્રે વી.જે. મદરેસા ગર્લ્સ સ્કુલ ખાતે મિલાદ શરીફ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બુખારી મિલાદ પાર્ટી ના નાઅતખ્વાંઓ એ નાઅતો – મનકબત પેશ કરી હતી. આ મિલાદ શરીફનો કાર્યક્રમ હઝરત અલ્લામા – વ – મૌલાના મુફતી અશરફરઝા સાહબ બુરહાની ( રતનપુર – ખેડા ) ની અઘ્યક્ષતામાં યોજાયો હતો અને તેમણે દુલ્હા દુલહનો માટે વિશિષ્ટ ખિતાબ ફરમાવ્યો હતો. આ કાર્યક્રમ માં મિલાદ માં થનાર એકત્ર રકમ સાદાત ની દીકરીઓ ની શાદી માટે વાપરવામાં આવશે.