પોરબંદર

કુતિયાણાની  ચૌટા ચેક પોસ્ટ ખાતેથી પોરબંદર ના શખ્શ ના  કબ્જામાંથી એલસીબી એ ભારતીય બનાવટના વિદેશીદારૂ કિ.રૂ.૨૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે

પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા જીલ્લમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર LCB I/C PI એચ.બી.ધાંધલ્યા તથા એલ.સી.બી.પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન HC ઉદયભાઇ વરૂ તથા HC જીણાભાઇ કટારા નાઓને મળેલ સયુકત ચોકકસ હકિકત આધારે કુતિયાણા ચૌટા ચેક પોસ્ટ પાસે જાહેર રોડ ઉપરથી પ્રીતેશ ઉર્ફે પીન્ટુ સંજયભાઇ જુંગી (ઉ.વ.૩૦ રહે. ઝુરીબાગ શેરી નં.૬)નામના શખ્શ પાસે થી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની કંપની શીલપેક બોટલો નંગ-૬૪ કી.રૂ. ૨૫,૬૫૦ નો મુદામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા શખ્શ સામે કમલાબાગ પોલીસ મથક ઉપરાંત ગીર સોમનાથ ના તાલાળા પોલીસ મથક માં પણ પ્રોહીબીશન સહિતના ગુન્હાઓ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.દારૂ નો આ જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની પુછપરછ પોલીસે હાથ ધરી છે.