પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર પોલીસ માં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આધેડ ના સાળા વિદેશ હોવાથી તેની તથા તેના પુત્રો ની ૫૬ લાખ ની કીમત ની જમીનની દેખરેખ તથા ખેતી માટે હેડ કોન્સ્ટેબલ ને પાવર ઓફ એટર્ની આપવામાં આવી હતી.આ જમીન પર હેડ કોન્સ્ટેબલ ના અન્ય સાળા એ પેશકદમી કરી પચાવી પાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર પોલીસ હેડક્વાર્ટર માં રહેતા અને એમટી વિભાગ માં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જેસાભાઈ દેવાભાઈ ઓડેદરા (ઉવ ૫૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને ભીમાભાઇ સુમરાભાઇ ખુંટી તથા લખુભાઈ નામના બે સાળા છે.જેમાં ભીમાભાઇ તથા તેના પુત્રો સંજય અને જેસલ યુકે રહે છે.આથી ભીમાભાઇ ની માલિકી ની માલ ગામની સીમ માં આવેલ ખેતી ની જમીન તથા રહેણાંક મકાન જેની જંત્રી મુજબ કીમત ૨૭,૯૭,૭૪૦ થાય છે.તે ઉપરાંત સંજય ની માલિકી ની ખેતી ની જમીન જેની જંત્રી મુજબ કીમત ૧૩,૯૩,૨૦૦ થાય છે.તથા જેસલ ની માલિકી ની ખેતી ની જમીન જેની જંત્રી મુજબ કીમત ૧૪,૦૪,૦૦૦ થાય છે.તે ત્રણેય જમીન ની દેખરેખ રાખવા તથા ખેતી કરવા માટે જેસાભાઈ ને પાવર ઓફ એટર્ની આપવામાં આવી હતી.પરંતુ આ જમીન પર તેમના બીજા સાળા લખુભાઈ સુમરાભાઇ ખુંટી એ ગેરકાયદે કબ્જો કરી પચાવી પાડી હતી.પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રણેય અલગ અલગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.