પોરબંદર

કુતિયાણા ના દેવડા ગામે પતી એ દૂધ લઇ આવવાની ના પાડતા લાગી આવતા પરણીતા એ બે બાળકો સાથે કુવા માં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

કુતિયાણા ના દેવડા ગામે કાદાનેસ વિસ્તાર માં રહેતા લીલુબેન કાનાભાઈ મોરી(ઉવ ૨૩)તથા તેનો પુત્ર કરણ (ઉવ દોઢ વર્ષ)અને પુત્રી રાણી (ઉવ દોઢ માસ)ના મૃતદેહ ગઈકાલે વહેલી સવારે તે વિસ્તાર માં આવેલ એક કુવા માંથી મળી આવ્યા હતા.જે અંગે સ્થાનિકોએ લીલુબેન ના પતી કાનાભાઈ મોરી ને જાણ કરતા તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. તથા કુતિયાણા પીએસઆઈ એ બી દેસાઈ પણ સ્ટાફ સાથે તુરંત ત્યાં દોડી ગયા હતા.અને મૃતદેહ ને પોરબંદર સરકારી હોસ્પીટલે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે મૃતક લીલુબેન ના પતી કાનાભાઈ એ પોલીસ ને એવું જણાવ્યું હતું કે પોતે છકડો રીક્ષા ચલાવે છે.ગત રાત્રે દસેક વાગ્યે લીલુબેને તેને દૂધ લઇ આવવાનું કહ્યું હતું.પરંતુ પોતાને કામ હોવાથી દૂધ લઇ આવવા ઇન્કાર કરી રીક્ષા લઇ ને ચાલ્યો ગયો હતો.તેને ત્યાં બાળકી ને જન્મ થયે દોઢ માસ જ થયો છે.જેથી દૂધ લાવવા ઇન્કાર કરતા લીલુબેન ને લાગી આવ્યું હોવાથી રાત્રી દરમ્યાન તેઓએ બાળકો સાથે કુવા માં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ને જણાવ્યું છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાવ ના પગલે નાના એવા દેવડા ગામે અરેરાટી વ્યાપી ગઈ છે.બે બાળકો સાથે કુવા માં ઝંપલાવી આપઘાત કરનાર લીલુબેન નો સૌથી મોટો પુત્ર કે જેની ઉમર ત્રણ વર્ષ છે.તે પોતાના દાદા ના ઘરે હોવાથી તેનો બચાવ થયો છે.