પોરબંદર

કુતિયાણા ખાતે બ્લોક કક્ષા નો આરોગ્યમેળો યોજાયો હતો.જેમાં ૪૨૧ લોકોના આરોગ્ય ની તપાસણી કરવામાં આવી હતી.ઉપરાંત સરકાર ની વિવિધ યોજનાઓ ની જાણકારી પણ આપવામાં આવી હતી.

નાગરિકોના આરોગ્યની તપાસણી થઇ શકે તથા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી તથા લાભ લાભાર્થીઓને મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમા તાલુકાકક્ષાએ બ્લોક હેલ્થ મેળાઓ શરૂ કરાયા છે.જે અંતર્ગત પોરબંદર જિલ્લાના કુતિયાણા માં આવેલ સોની જ્ઞાતિની વંડી ખાતે બ્લોક હેલ્થ આરોગ્ય મેળો યોજાયો હતો. જેમા ૪૨૧ લોકોના આરોગ્યની તપાસણી કરવામા આવી હતી.

આરોગ્ય મેળામા જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર વી કે અડવાણી,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટા સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય મેળામા ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન સહિત ડોકટર્સ,અન્ય સટાફ તથા જિલ્લા આરોગ્ય વિભાગના ડોકટર્સ ઉપસ્થિત રહીને દર્દીઓના નિદાન કરવાની સાથે તેઓને આરોગ્યલક્ષી યોજનાઓ વિશે જાણકારી આપી હતી.

આ આરોગ્ય કેમ્પમાં ડાયાબિટીસ, બીપી ચેકઅપ, આઇ.ઇ.સી. વિભાગ, આખની તપાસ, કાન, નાક, ગળાનુ ચેકઅપ, આયુર્વેદિક વિભાગ, માનસિક રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત સહિત જુદા જુદા વિભાગો કાર્યરત હતા. તથા આયુષ્યમાન કાર્ડ, પી.એમ.જે.વાય કાર્ડ, નિરામય ગુજરાત અંતર્ગત હેલ્થ કાર્ડ, આંગણવાડીની વિવિધ યોજના હેઠળ સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ તથા બાળકો માટે પોષણની જાણકારી આપવામા આવી હતી.આ ઉપરાંત મહિલા અને બાળ વિભાગ દ્રારા મહિલા લક્ષી યોજનાઓની જાણકારી અપાઇ હતી.

રાણાવાવ સ્થિત બરડાઇ બ્રાહ્મણ સમાજની વંડી ખાતે આજે તા.૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્રારા આયોજીત બ્લોક હેલ્થ મેળો યોજાશે.આ મેળામા ડાયાબિટીસ,બીપી ચેકઅપ, આઇ.ઇ.સી. વિભાગ,આખની તપાસ, કાન, નાક, ગળાનુ ચેકઅપ,આયુર્વેદિક વિભાગ, માનસિક રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત સહિત જુદા જુદા વિભાગો દ્રારા દર્દીઓના આરોગ્યની તપાસણી તથા આયુષ્યમાન કાર્ડ, પી.એમ.જે.વાય કાર્ડ, નિરામય ગુજરાત અંતર્ગત હેલ્થ કાર્ડ, આંગણવાડીની વિવિધ યોજના હેઠળ સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ તથા બાળકો માટે પોષણની જાણકારી આપવામા આવશે.