પોરબંદર

ઓમિક્રોનને લઈને પોરબંદરનું તંત્ર સતર્ક બન્યું છે.રેલવે સ્ટેશન, એરપોર્ટઅને કીર્તિમંદિર ખાતે સ્ક્રીનીંગ શરૂ કરાયું છે.તો લો રિસ્ક દેશો માંથી આવેલા 5 નાગરિકો ટ્રેસ કરાયા છે.

કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટે દુનિયાભરમાં ફરી એક વખત હડકંપ મચાવ્યો છે.ભારતમાં પણ નવા વેરિયન્ટને રોકવા પ્રયાસો કરાઈ રહ્યા છે.અને જામનગર માં પણ કેસ નોંધાયો છે.ત્યારે પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આ સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરાઇ છે.આરોગ્ય વિભાગ ના ડો બી બી કરમટા એ જણાવ્યું હતું કે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને કીર્તિમંદિર ખાતે આરોગ્ય ટીમ દ્વારા સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

પોરબંદર થી સીધી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નથી અને પોરબંદર આવતા વિદેશીઓ મોટે ભાગે અમદાવાદ,મુંબઈ સહિતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતા હોય છે.અને ત્યાં જ તેઓનું સ્ક્રીનીંગ અને આરટીપીસીઆર રિપોર્ટ થાય છે. ત્યાંથી અમદાવાદની ફલાઇટમા પોરબંદર આવતા હોય જેથી તેઓની જાણકારી ગાંધીનગરથી આવી જાય છે.હાલ તો લો રિસ્ક દેશથી આવેલા 5 નાગરિકો ટ્રેસ થયા છે.અને તેઓનું સ્ક્રીનીંગ અને મેડિકલ ટેસ્ટિંગ થયું છે.જેના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.હાઈ રિસ્ક દેશો માંથી કોઈ પોરબંદર આવ્યું નથી.એરપોર્ટ પરથી જે વિદેશી આવે તેના ત્યાં જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા હોય છે.જો આવા વિદેશી ત્યાં પોઝિટિવ આવે અને પોરબંદર સારવાર લેવી હોય તો ખાનગી હોસ્પિટલને પણ તૈયાર કરી દીધી છે.અને નેગેટિવ આવે તો ૭ દિવસ આઈસોલેશન માં રહેવા માટે હોટલની તૈયારી થઈ છે.જેમા આવા વિદેશીઓએ રહેવા અને સારવાર માટે સ્વખર્ચે વ્યવસ્થા કરવાની રહે છે.