પોરબંદર

ઉત્તરપ્રદેશ થી પોરબંદર આવી ચડેલા બાળક નું ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

બનાવની વિગત મુજબ તા. 25/ના રોજ પોરબંદર રેલવે પોલીસને અંદાજે 9 વર્ષનો અજાણ્યો બાળક મળ્યો હતો.અને વધુ પૂછપરછ કરતા જણાવ્યું કે તે બહાર થી કોઈ કારણસર ભાગી ને આવ્યો છે.રેલવે પોલીસે પોરબંદર ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને ફોન દ્વારા જાણ કરતા તાત્કાલિક ચાઈલ્ડ વેલ્ફેર કમીટીએ આ બાળકનો કબ્જો લઈ તેને ચિલ્ડ્રન હોમ ફોર બોયસ પોરબંદર ખાતે રાખવામાં આવ્યો હતો.અને બાળકનું વધુ કાઉન્સલિંગ કરતા જણાયું હતું કે,આ બાળક ઉત્તરપ્રદેશ ના મઉ જિલ્લાના ઘોશી તાલુકાના મઝદંડ ગામનો છે.અને આ બાળક તેના ફઇ સાથે રહેતો હતો.

પાડોશી સાથે તે મુંબઇ ગયો હતો.અને ત્યાં કોઈ કારણોસર આ બાળક મુંબઈની ટ્રેનમાં બેસી જતા પોરબંદર આવી પહોંચ્યો હતો.આ બાળકની માતા નથી.બાળકના પિતા વડોદરા રહે છે.આ જાણકારી મળતા કમિટી દ્વારા તુરત મઝદંડ ગામના લાગુ પડતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી,ખરાઈ મળતા જ તેના ઘર ના સભ્યોને જાણ કરતા આ બાળકના વાલી બાળકને લેવા પોરબંદર આવી પહોંચ્યા હતા.અને ચાઈલ્ડ વેલ્ફેર કમીટીએ આ બાળકનો કબ્જો સોંપ્યો હતો.આ તકે ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન અતુલભાઈ બાપોદરા,સભ્યો પ્રતાપભાઈ કેશવાલા,કીર્તિબેન પુરોહિત,લાખણશીભાઈ ઓડેદરા તેમ જ સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઈ મોરી,બાલ સુરક્ષા અધિકારી હરદાસભાઈ કરગઠિયા તેમ જ ચિલ્ડ્રન હોમ નો સ્ટાફ હાજર રહ્યા હતા.અને બાળકનું તેમના વાલી સાથે મિલન કરાવ્યું હતું.