પોરબંદર

પોરબંદર ના આદિત્યાણા ગામના વિદ્યાર્થી સહીત સેંકડો વિદ્યાર્થીઓ ગઈ કાલ થી પોલેન્ડ ની સરહદ પાસે છે.અને માઈનસ ચાર ડીગ્રી તાપમાન માં ખુલ્લા માં ભૂખ્યા તરસ્યા રહી ને રાત વિતાવી હોવાનું જાણવા મળે છે.તો બીજી તરફ કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરી તમામ વિદ્યાર્થીઓ સલામત હોવાનું જણાવ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ના કારણે યુક્રેન માં અભ્યાસ કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ની સ્થિતિ કફોડી બની છે. આદિત્યાણા ના વિદ્યાર્થી પ્રયાગ લાડાણીએ સંદેશ સાથે વાતચીત માં જણાવ્યું હતું કે શનિવાર સાંજે પોલેન્ડ બોર્ડર ઉપર ૪૦ કીમી સુધી વાહનોની લાઇનો લાગી હોવાથી રાત્રી ના તેઓ પોલેન્ડ સરહદ પર પહોંચ્યા હતા.ત્યારે ત્યાં પણ લાંબી કતાર હતો અને ૫૦ -૫૦ લોકોને જ એન્ટ્રી અપાતી હતી.તેમાં પણ યુક્રેન અને સાઉથ આફ્રિકન નિગ્રોને પ્રાથમિકતા અપાતી હતી.આથી માઈનસ બે ડીગ્રી તાપમાનમાં આખી રાત ભુખ્યા તરસ્યા વીતાવી હતી.

ત્યાર બાદ રવિવારે પણ સાંજ સુધી ભોજન તો શું પાણી ની પણ વ્યવસ્થા કરાઈ નથી.અને તેના પાસપોર્ટ પર પોલેન્ડ માં પ્રવેશ માટે ના સિક્કા મારવા ફરજીયાત હોવાનું જણાવી તેઓને ત્યાં સરહદ પર જ રોકી રખાયા છે.સિક્કા લાગ્યા બાદ તેઓની સફર આગળ વધશે.અગાઉ ભારતીય એમ્બેસી એ તેઓને પોલેન્ડ બોર્ડર સુધી પહોંચી જવા જણાવ્યું હતું.પરંતુ ત્યાં પહોંચ્યા પછી કોઇ મદદ કરવા આવ્યું નથી.નજીક માં ક્યાય હોટલ પણ નથી જ્યાં જઈ તેઓ ભોજન કરી શકે.એક હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં હોવાનું પણ પ્રયાગે જણાવ્યું હતું.તો બીજી તરફ પ્રયાગ ના પિતા સહિતનો પરિવાર પણ ચિંતા માં મુકાયો છે.
કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ
જિલ્લા કલેટર અશોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, 10 માંથી 4 વિદ્યાર્થીઓ પૂર્વ યુક્રેનમાં રાજધાની કિવ માં છે જેમાં પોરબંદરનો જયકીશન પરેશભાઈ ચાંદારણા,એકતા વિજયભાઈ કુછડીયા,ભરત મુરુભાઈ ગોરાણીયા અને રાણાવાવનો હાર્દિક જોશી નામના ચારેય વિદ્યાર્થીઓ સાથે છે અને યુક્રેનમાં અન્ડર ગ્રાઉન્ડ મેટ્રોમાં છે.જ્યારે કુતિયાણા નો યશ સંજયભાઈ સૌંદરવા,સોઢાણા ગામનો હરભમ અરજનભાઈ કારાવદરા,વિજય માલદેભાઈ કારાવદરા,જયરાજ અરભમભાઈ કારાવદરા નામના વિદ્યાર્થીઓ વેસ્ટર્ન યુક્રેન વેસ્ટર્નમા છે.અને આદિત્યાણાનો પ્રયાગ હિતેશભાઈ લાડાણી અને પૂજાબેન કાનજીભાઈ ભુવા પોલેન્ડ બોર્ડર નજીક છે.અને હાલ જીલ્લા ના દસેય વિદ્યાર્થીઓ સલામત છે.

જુઓ આ વિડીયો