પોરબંદર

આદિત્યાણાનો પ્રયાગ લાડાણી યુક્રેનમાં ફસાયો હતો. તેને બસની વ્યવસ્થા થતા તે પોલેન્ડ બોર્ડર ક્રોસ કરી પોતાના વતન પરત ફર્યો છે ત્યારે તેનું ઢોલ નગારા અને શરણાઈ ના સુર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રયાગ હેમખેમ પરત ફરતા પરિવારજનો એ તેને સાથે રાખી પોરબંદર સુદામા મંદિર ખાતે ભગવાન સુદામાજી ના આશીર્વાદ લીધા હતા.

આદિત્યાણા રહેતો પ્રયાગ લાડાણી પણ યુક્રેનથી સહી સલામત રીતે પોતાના વતન આદિત્યાણા પહોંચ્યો હતો.પ્રયાગના આગમનને લઈને તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ભારે ખુશી જોવા મળી હતી.તેમના મિત્રો અને પરિવારજનોએ પ્રયાગ ગામમાં પહોંચતા ઢોલ, શરણાઈના શુરે પ્રયાગનું ભવ્ય સ્વાગત કર્યું હતું.તેમના પરિવારજનો પ્રયાગને સુદામા મંદિરે દર્શન કરવા લાવ્યા હતા.પરિવારજનોએ પ્રયાગ સહી સલામત રીતે ઘરે આવતા સુદામા મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

પ્રયાગે આ તકે જણાવ્યું હતું કે,યુક્રેનમાં હુમલા થયા ત્યારે અન્ડર ગ્રાઉન્ડ બંકરમાં ચાલ્યા ગયા હતા.સાયરન વાગે એટલે બંકરમા ચાલ્યા જવાની સૂચના હતી.સ્વૈરિછક બસ ની વ્યવસ્થા કરી હતી.બસ મારફત પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવા પહોંચ્યા ત્યારે લોકોની મોટી કતારો હતી.4 દિવસ સુધી પહેલી ચેકપોસ્ટ પસાર થઈ ન હતી.જેથી 4 દિવસ સુધી ભારે ઠંડીમાં રાતો પસાર કરી હતી.અને જમવાની પણ વ્યવસ્થા ન હતી.

વારો આવે તો ધક્કા મારી ગેઇટ બંધ કરી દેતા હતા. 4 દિવસ હેરાન થયા બાદ ચેકપોસ્ટ પરથી જવા દેતા બીજી ચેક પોસ્ટ પર પહોંચ્યા હતા.જ્યાં પાસપોર્ટ પર સ્ટેમ્પ લાગ્યા બાદ પોલેન્ડમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી.પોલેન્ડમાં ઇન્ડિયન એમ્બેસીની સંપૂર્ણ મદદ મળી હતી.અને ફ્લાઇટ મારફત દિલ્હી પહોંચાડયા હતા.બાદ ત્યાંથી ગાંધીનગર આવ્યા હતા.અને ત્યાંથી ઘર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા સરકારે કરી હતી.જેથી અહીં પહોંચવામાં સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.પ્રયાગ પરત હેમખેમ ફરતા તેના માતાપિતા સહીત પરિવારજનો માં પણ ખુશી ની લાગણી જોવા મળતી હતી અને તેઓએ પણ ભગવાન નો આભાર માન્યો હતો.

જુઓ આ વિડીયો

પ્રયાગ સહીસલામત પહોંચતા આદિત્યાણા ખાતે ઢોલનગારા અને શરણાઈ ના સુર સાથે તેનું ભવ્ય સ્વાગત;જુઓ વિડીયો