પોરબંદર

ગુજરાત સરકાર દ્વારા દિકરી જન્મને પ્રોત્સાહન આપે છે.જે અનુસંધાને મહિલા કલ્યાણલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ પોરબંદરની લેડી હોસ્પીટલ ખાતે જન્મેલી ૯ સહિત જિલ્લાની અન્ય હો્સ્પીટલોમા જન્મેલી ૨૦ દિકરીઓના જન્મને વધાવવા દિકરી વધામણા કિટનું વિતરણ કરાયુ હતુ.

તથા વ્હાલી દિકરી યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.આ યોજના અંતર્ગત દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૪,૦૦૦અને ધોરણ ૯ માં પ્રવેશ વખતે રૂા.૬,૦૦૦તથા ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન સહાય માટે રૂા.૧, લાખ મળીને કુલ રૂપિયા રૂ.૧.૧૦ લાખની સહાય હપ્તા સ્વરૂપે દિકરીની ૧૮ વર્ષની ઉમર પુરી થતા દીકરીના બેંક ખાતામાં ડી.બી.ટી. દ્વારા જમા કરવામાં આવે છે.